તાહિર હુસૈન વિરૂધ્ધ પોલીસ કાર્યવાહીથી જાવેદ અખ્તરે ટ્વીટ કરી વાંધો ઉઠાવ્યો

February 27, 2020

નવી દિલ્હી : ગીતકાર જાવેદ અખ્તર દેશના સળગતા મુદ્દાઓ અંગે પોતાનો મત વ્યક્ત કરતા રહેતા હોય છે. હવે તેમણે દિલ્હી હિંસાને લઈને ટ્વિટ કરી જેમાં તેમણે પોલીસની કાર્યવાહી સામે સવાલ ઉઠાવ્યા હતા.

હકિકતમાં જાવેદ અખ્તરે દિલ્હી પોલીસ પર સવાલ ઉઠાવ્યો છે કે હિંસામાં ઘણા લોકોના ઘર સળગ્યા છે અને ઘણા લોકોએ જીવ ગુમાવ્યા છે પરંતુ ફક્ત એક જ વ્યક્તિ કે જેનું નામ તાહિર છે તેની જ દુકાન કેમ સીલ કરવામાં આવી છે.

જોકે, ઘણા લોકોને આ ટ્વિટ પસંદ આવી નથી અને તેમણે તેમના પર ધર્મના નામે નફરત ફેલાવવાનો આરોપ લગાવી રહ્યા છે.