ઝારખંડ: સેનાની બોમ્બ અને દારૂગોળા ભરેલી માલગાડી પલટી

March 17, 2020

રાંચી : ભારતીય સેનાની બોમ્બ, દારૂગોળા, ટેન્ક તેમજ સેનાની ગાડીઓ લઈને જઈ રહેલી ટ્રેન પલટી ગઈ હતી. ત્યારબાદ સેનાએ આસપાસના વિસ્તારને ઘેરી લીધો છે. આ ઘટના સોમવારે સવારે 5 વાગ્યાની છે. આ અકસ્માતના કારણે ટ્રેનની અવર જવર બંધ થઈ નથી. 

સેનાની ખાસ ટ્રેન જે બોમ્બ, દારૂગોળા અને ટેન્ક લઇને જઇ રહી હતી. એ લાતેહાર જિલ્લાના ટોરી રેલ્વે સ્ટેશન પાસે પલટી ગઇ હતી. દક્ષિણ પૂર્વ રેલ્વે લાઈનથી મધ્ય પૂર્વ રેલ્વે લાઈનમા ટ્રેક બદલવાના સમયે ટ્રેન બે પાટામા ફંટાઈ ગઈ હતી. 

અકસ્માતના સ્થળે મિલિટ્રી સ્પેશ્યલ ટ્રેન નં. 8206896042 ત્યારે રોકાઈ જ્યારે તેના આગળના પૈડા બે પાટાની વચ્ચે ફસાઈ ગયા. સેનાએ આસપાસના સમગ્ર વિસ્તાર પર કબજો કરી લીધો છે અને લોકોને ત્યાં જવા પર મનાઈ કરવામા આવી છે.

સુરક્ષાને જોતા રેલ્વે કર્મચારીઓ સિવાય અન્ય કોઈપણ વ્યક્તિને ત્યાં જવા પર પરવાનગી નથી. આ ટ્રેન રાંચીથી નીકળી હતી. ટ્રેનમા સેનાના હથિયાર, ટેન્ક અને ટેન્કર લઈ જવામા આવતા હતા.