Jio ભારતમાં ટૂંક સમયમાં લોન્ચ કરશે 5G Phone

August 13, 2022

દિલ્હી: Jio 5G Phone ની તૈયારીઓ શરૂ કરી દીધી છે અને કંપની જલદી જ આ ડિવાઇસને લોન્ચ કરશે, જેની તૈયારી શરૂ થઇ ચૂકી છે. જોકે ટેલીકોમ જગતની દિગ્ગજ કંપની પહેલાં જ કન્ફોર્મ કરી ચૂકી છે કે તે 5G ફોન તૈયાર કરી રહી છે, પરંતુ અત્યાર સુધી લોન્ચિંગ ડેટની જાહેરાત કરવામાં આવી નથી. આ પહેલાં રિલાયન્સ જિયો ગૂગલ સાથે મળીને એક ફોન તૈયારી કરી ચૂકી છે, જેને કંપનીએ ભારતના એક વ્યાજબી સ્માર્ટફોનના રૂપમાં શોકેઝ કરી ચૂકી છે. હવે ભારત 5G માટે તૈયાર છે અને જલદી જ આ સર્વિસની જાહેરાત થશે. 
ઘણા લીક્સ રિપોર્ટ્સ અનુસાર આ ફોન આ વર્ષના અંત સુધી ભારતમાં એન્ટ્રી કરી શકે છે. જોકે અત્યાર સુધી એ વાતને ખુલાસો કરવામાં આવ્યો નથી કે આ એક સ્માર્ટફોન હશે કે પછી ફીચર્સ ફોન જેવો જ હશે. જોકે રિલાયન્સ જિયોના બે 4G મોબાઇલ હાજર છે, જેમાંથી એક કીપેડવાળો અને બીજો ટચ સ્ક્રીન ફોન છે. 
Jio 5G Phone ની કિંમતની વાત કરીએ તો કેટલાક લીક્સ રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવ્યો છે કે તેની સંભવિત કિંમત 12000 રૂપિયા હોઇ શકે છે, જ્યારે કેટલીક અફવાઓ પર ધ્યાન આપીએ તો અપકમિંગ 5G મોબાઇલ 2500 રૂપિયામાં એન્ટ્રી કરી શકે છે, જેના પર વિશ્વાસ કરવો ખૂબ મુશ્કેલ છે. હાં 5G સ્માર્ટફોનની ડાઉનપેમેન્ટ જરૂર 2500 રૂપિયા હોઇ શકે છે.