29 જુલાઈએ ગુરુ ગ્રહ વક્રી થશે; કર્ક, સિંહ, મકર અને વૃશ્ચિક રાશિના લોકોનાં ભાગ્યનાં દ્વાર ખૂલશે

July 19, 2022

જુલાઈની 29 તારીખે ગુરુ ગ્રહ મીન રાશિમાં વક્રી થવા જઈ રહ્યો છે અને 24 નવેમ્બર સુધી આ ગ્રહ આ અવસ્થામાં રહેશે. બૃહસ્પતિ વક્રી થાય ત્યારે જે પણ પરિણામ જોવા મળે છે એ સંપૂર્ણ રીતે જાતકની જન્મકુંડળીમાં ગુરુની સ્થિતિ પર નિર્ભર કરે છે. ગુરુની ગતિ બધી જ રાશિના લોકોને પ્રભાવિત કરે એવી હોય છે, પરંતુ આ વક્રી ગતિથી 4 રાશિના લોકોને ખાસ લાભ પ્રાપ્ત થવાના અણસાર રહેશે.

મેષઃ- તમારી રાશિનો ગુરુ બારમા ભાવમાં વક્રી થશે, જેથી તમારા ખર્ચ વધશે. કાર્યસ્થળે કામનો ભાર વધશે. વેપારમાં સાવધાની સાથે આગળ વધવું પડશે. મોટું રોકાણ કરવાથી બચવું. ધનની ખોટ કે હાનિ થવાની શક્યતા છે. જીવનસાથી સાથે મતભેદ પેદા થઈ શકે છે.

ઉપાયઃ- કોઈપણ ગુરુવારના દિવસે ગુરુ ગ્રહને લગતા યજ્ઞ કરો.

વૃષભઃ- ગુરુ ગ્રહ આ રાશિના 11મા ભાવમાં વક્રી થશે. આ વક્રી ગતિથી તમારી આવકમાં વધારો થશે. નોકરિયાત લોકોની આવક વધશે અને વેપારીઓને નફો થશે. તમારા કામની રીતમાં ફેરફાર થશે.

ઉપાયઃ- દરેક ગુરુવારે ગુરુ ગ્રહની પૂજા કરો.

મિથુનઃ- ગુરુ ગ્રહ તમારી રાશિના 10મા ભાવમાં વક્રી થશે. આ ગોચરથી તમારા કાર્યક્ષેત્રમાં ફેરફાર જોવા મળશે. નોકરિયાત લોકોનું પ્રમોશન સાથે સ્થાળાંતર થઈ શકે છે અને વેપારીઓનો રોકાણથી લાભ થશે અને વેપારમાં વધારો થવાની યોજના બનશે.

ઉપાયઃ- ગુરુવારના દિવસે વૃદ્ધ બ્રાહ્મણ કે ગરીબોને ભોજન કરાવો.

કર્કઃ- ગુરુ ગ્રહ તમારી રાશિના 9મા ભાવમાં વક્રી થશે. આ દરમિયાન તમને ભાગ્યનો સાથ મળશે. ધાર્મિક કાર્યોમાં રસ વધશે. વેપારમાં લાભ થશે અને નોકરીમાં ઉન્નતિ થશે. આર્થિક રીતે ધનનો પ્રવાહ સારો રહેશે.

ઉપાયઃ- શનિવારના દિવસે કાગડાઓ માટે અનાજ-જળની વ્યવસ્થા કરો.

સિંહઃ- તમારી રાશિના આઠમા ભાવમાં ગુરુનું ગોચર અનેક પ્રકારની સમસ્યાઓ ઊભી કરી શકે છે. વધારે કામનો ભાર, નોકરીમાં પરેશાની, વેપારમાં ખોટ અને સ્વાસ્થ્ય પર એનો પ્રભાવ જોવા મળશે. જોકે વારસાગત સંપત્તિથી લાભ થઈ શકે છે. જીવનસાથી સાથે સંબંધમાં થોડી સમસ્યાઓ ઊભી થઈ શકે છે.

ઉપાયઃ- ગુરુવારના દિવસે 108વાર ૐ ગુરુવે નમઃ નો જાપ કરો.

કન્યાઃ- તમારી રાશિના સાતમા ભાવમાં ગુરુ ગ્રહ વક્રી થશે. કાર્યસ્થળે સહકર્મીઓનો વ્યવહાર નકારાત્મક રહેશે. વેપારમાં મન પ્રમાણે લાભ મેળવી શકશો નહીં. પાર્ટનરશિપના વેપારમાં ખોટ વધશે. પારિવારિક સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું પડશે.

ઉપાયઃ- એક માળા રોજ ૐ નમઃ શિવાયનો જાપ કરો.

તુલાઃ- તમારી રાશિના છઠ્ઠા ભાવમાં ગુરુનું વક્રી થવું નોકરી અને કરિયરની દૃષ્ટિએ મુશ્કેલ સાબિત થઈ શકે છે. વેપારમાં સમય સામાન્ય રહેશે. આર્થિક રીતે થોડા નબળા રહેશો. જીવનસાથી સાથે વાદ-વિવાદ થઈ શકે છે. સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું પડશે.

ઉપાયઃ- દરરોજ 21 વાર ૐ બૃહસ્પતયે નમઃ મંત્રનો જાપ કરો.

વૃશ્ચિકઃ- તમારી રાશિના પાંચમા ભાવમાં ગુરુ વક્રી થશે. આ દરમિયાન નોકરિયાત લોકોને મિશ્રિત પરિણામ જોવા મળશે. વેપારીઓએ વધારે લાભની આશા ન કરવી. જોકે ધનની આવક સારી રહેશે, પરંતુ ખર્ચ પણ વધી જશે. જીવનસાથી સાથે સંબંધ સારા રહેશે. થોડું સ્વાસ્થ્ય ખરાબ રહી શકે છે.

ઉપાયઃ- ગુરુવારના દિવસે પીપળાના ઝાડ નીચે તેલનો દીવો પ્રગટાવવો.

ધનઃ- તમારી રાશિના ચોથા ભાવમાં ગુરુનું વક્રી થવું નોકરીમાં તણાવ પેદા કરશે. કામનો ભાવ વધશે. નોકરી બદલવાની સ્થિતિ પણ બની શકે છે. વેપારીઓએ નુકસાન ભોગવવું પડી શકે છે. પરિવારમાં વિવાદ થવાની શક્યતાઓ રહેશે. માતાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું પડશે.

ઉપાયઃ- કોઈપણ ગુરુવારના દિવસે ગુરુ ગ્રહને લગતો યજ્ઞ કરવો.