Breaking News :
ન્યું ઝીલેન્ડ ફરી 7.1ની તિવ્રતાનાં શક્તિશાળી ભૂકંપથી ધ્રુજી ઉઠ્યું, ત્સુનામીની પણ ચેતવણી ઇમરાન ખાનની સરકાર રહેશે કે જશે! વિશ્વાસ મત મેળવવા માટે શનિવારે બોલાવ્યું પાર્લામેન્ટનું સત્ર બોલિવૂડમાં 370 કરોડની ટેક્સ ચોરી:બોક્સ ઓફિસ કલેક્શનની સરખામણીમાં આવક છૂપાવી, ખોટા ખર્ચ બતાવી ટેક્સ બચાવ્યો; તાપસી સામે 5 કરોડના રોકડ વ્યવહારના સબૂત મળ્યા પોલીસે મોડી રાતે ભાવિન સોનીનું નિવેદન લીધું, કહ્યું - 9 જેટલા જ્યોતિષીઓએ વિધિ કરવાના નામે 32 લાખ પડાવ્યા, તેથી આપઘાત કર્યો સોલા વિસ્તારમાં મરઘાંના સેમ્પલ પોઝિટિવ આવ્યાં, કલેક્ટરે જાહેરનામું બહાર પાડી 10 કિલોમીટર વિસ્તારમાં એલર્ટ જાહેર કર્યું દેશના રહેવાલાયક શહેરોમાં અમદાવાદ ત્રીજા સ્થાને, સુરત અને વડોદરા પણ ટોપ ટેનમાં સામેલ

જૂનાગઢમાં કે. એ. વણપરિયા સ્કૂલમાં એકસાથે 11 જેટલી વિદ્યાર્થિનીઓ કોરોના પોઝિટિવ

January 18, 2021

કેશોદ : કેશોદ શહેરમાં આવેલી કે.એ.વણપરીયા સંકુલમાં આજથી ઘો.10 અને 12 ના વર્ગો શરૂ કરવામાં આવ્યા હતા. જે વર્ગોમાં અભયાસ અર્થે આવેલા વિદ્યાર્થિનીઓના કોરોના રેપીડ એન્‍ટીજીન ટેસ્‍ટ કરાયા હતા. જેમાં 11 વિદ્યાર્થિનીઓ કોરોના પોઝિટિવ આવતા આરોગ્‍ય વિભાગના અધિકારીઓ શાળા ખાતે દોડી ગયા હતા. કોરોના પોઝિટિવ આવેલી વિદ્યાર્થિનીઓને હોમ આઇસોલેટ કરવા શાળા ટ્રસ્‍ટ અને તંત્રએ તજવીજ હાથ ધરી છે.

કેશોદમાં આવેલી કે.એ.વણપરીયા પટેલ કન્‍યા વિઘા મંદિરમાં એકીસાથે 11 વિદ્યાર્થિનીઓ પોઝિટિવ આવતા તંત્ર દોડતું થયું છે. આ અંગે કન્‍યા છાત્રાલયના આગેવાન ડો.અશ્વીન અજુડીયાએ જણાવ્યું છે કે, સંસ્‍થાની શાળામાં આજથી ઘો.10 અને 12 ના વર્ગો શરૂ કરવામાં આવ્યા છે. આજે પ્રથમ દિવસે સંસ્‍થા દ્વારા વર્ગમાં હાજર રહેલી વિદ્યાર્થિનીઓના કોરોનાના એન્‍ટીજીન રેપીડ ટેસ્‍ટ કરાવવામાં આવેલ હતા. જેમાં 11 વિદ્યાર્થિનીઓ કોરોના પોઝિટિવ આવેલી છે. આ 11 માંથી 8 શહેરમાં અને 3 વિદ્યાર્થિનીઓ શાળાની હોસ્‍ટેલમાં રહેતી હતી. આ તમામ વિદ્યાર્થિનીઓને કોઇપણ જાતની તકલીફ ન હોવાની સાથે કોઇપણ લક્ષણો જોવા મળ્યા ન હતા.

વઘુમાં સર્તકતાના ભાગરૂપએ સંસ્‍થાએ તંત્ર સાથે સંકલન કરી 11 પોઝિટિવ આવેલી વિદ્યાર્થિનીઓના વાલીઓને જાણ કરી દેવામાં આવી છે. તમામ વિદ્યાર્થિનીઓને આઇસોલેટ કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. આ ઉપરાંત સમગ્ર શાળા સંકુલ-હોસ્‍ટેલને સેનેટાઇઝ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. આ સાથે શાળા-સંકુલમાં રહેલ અન્‍ય વિદ્યાર્થિનીઓને કોરોના માટે સજાગ રહેવા અંગે માર્ગદર્શન આપવામાં આવેલ છે. હાલ અત્‍યારે પોઝિટિવ આવેલ એક પણ વિદ્યાર્થિનીઓને કંઇ તકલીફ નથી.