અમેરીકાના પ્રથમ મહિલા ઉપરાષ્ટ્રપતિ બન્યાની સાથે કમલા હેરિસે અનેક ઈતિહાસ રચ્યાં

January 21, 2021

નવીદિલ્હીઃ આજે કમલા હેરિસે અમેરીકાના ઉપરાષ્ટ્રપતિ પદની શપથ લીધી અને આ સાથે જ તેમના નામની આગળ અનેક ઈતિહાસ રચાયા છે. સૌથી પહેલા તો એ કે અમેરીકામાં આ પદ પર પહોંચનારી તે પ્રથમ મહિલા હશે. સાથે જ પહેલી અશ્વેત મહીલા પણ, આ સિવાય ભારતીય મૂળની પણ પ્રથમ મહિલા જે અમેરીકાની બીજા સૌથી પાવરફુલ હોદ્દો ગ્રહણ કર્યો. પરંતુ આ અવસર પર તેમની ઉપલબ્ધિની સાથે-સાથે દુનિયાભરની નજર તેમના ધાર્મિક અને સાંસ્કૃતિક વિવિધતાથી ભરેલા પરિવાર પર પણ હશે જે અમેરીકાની રાજનીતિમાં ઈતિહાસ રચવા જઈ રહ્યો છે. ડેમોક્રેટ નેશનલ કન્વેશનમાં તેમના ચર્ચિત ભાષણથી લઈને ઉપરાષ્ટ્રપતિ સુધીની તેમની સફર રસપ્રદ રહી છે. 56 વર્ષિય કમલા ભારતીય માતા અને જમૈકન પિતાનું સંતાન છે. તેમની માતા શ્યામા ગોપાલન હેરિસ 19 વર્ષની ઉંમરમાં કેંસર સંશોધક બનવા માટે કેલિફોર્નિયા આવી હતી. પિતા ડોનાલ્ડ હેરિસ સ્ટેનફોર્ડ યૂનિવર્સિટીમાં ઈકોનોમિકમાં પ્રોફેસર હતા. કમલાએ હાવર્ડ યુનિવર્સિટીમાંથી સ્નાતક થઈ છે અને તે બાદ કેલિફોર્નિયા યૂનિવર્સિટીમાં કાયદાનો અભ્યાસ કર્યો.
અભ્યાસ બાદ કમલાએ 1998માં સેન ફ્રાંસિસ્કોમાં જિલ્લા એટર્નીની ઓફિસમાં કામ શરૂ કર્યું. 2003માં સાન ફ્રાન્સિસ્કોની પહેલી મહિલા જિલ્લા વકીલ બની. શરૂઆતથી સારી વક્તા હેરીસે કેલિફોર્નિયાના એટર્ની જનરલ બનીને ઈતિહાસ રચ્યો. 2012માં ડેમોક્રેટિક નેશનલ કોન્વેશનમાં જબરદસ્ત ભાષણ આપ્યા બાદ રાષ્ટ્રીય સ્તરની ઈમેજ બની. બાદમાં વર્ષ 2017માં કેલિફોર્નિયાથઈ સેનેટર બની. હેરિસે 2020ની રાષ્ટ્રપતિની ચૂંટણી માટે પોતાની ઉમેદવારી નોંધાવી હતી પરંતુ બાદમાં પોતાનું નામ પરત ખેંચીને બિડેનને સમર્થન આપ્યું.