કમલા હેરિસને બરાક ઓબામાનું સમર્થન, પત્ની મિશેલે પણ સાથ આપ્યો

July 26, 2024

ન્યૂ યોર્ક ઃ અમેરિકામાં પાંચમી નવેમ્બર-2024ના રોજ રાષ્ટ્રપતિ ચૂંટણી યોજાવાની છે. ચૂંટણીમાં 16 કરોડ મતદારો અમેરિકાના 60માં રાષ્ટ્રપતિની પસંદગી કરશે. થોડા દિવસો પહેલાં જ પ્રમુખ જો બાઈડેને રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર તરીકે કમલા હેરીસનું નામ જાહેર કર્યું હતું, ત્યારે હવે પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામા અને તેમના પત્ની મિશેલ ઓબામાએ પણ હેરીસને સમર્થન આપવાની જાહેરાત કરી છે. બંનેએ શુક્રવારે (26 જુલાઈ)એ કમલા હેરિસને ફોન કરીને સમર્થન આપ્યું છે. બરાક ઓબામાએ આ મુદ્દે સોશિયલ મીડિયા પર એક વીડિયો પણ પોસ્ટ કર્યો છે, જેમાં મિશેલ હેરીસને કહી રહ્યા છે કે, અમને તમારા પર ગર્વ છે.


પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર એક વીડિયો પોસ્ટ કર્યો છે. તેમાં ઓમાબા અને તેમની પત્ની કમલા હેરિસ સાથે વાત કરતા જોવા મળી રહ્યા છે. ઓબામાએ ફોન પર હેરિસને કહ્યું કે, ‘અમે તમને એવું કહેવા માટે ફોન કર્યો છે કે, મેં અને મિશેલ તમારુ સમર્થન કરી રહ્યા છીએ અને અમે તમને જીતાડવા માટેના તમામ પ્રયાસ કરવા પર ગર્વ અનુભવી રહ્યા છીએ. દરમિયાન બરાક ઓબામાના પત્ની મિશેલ ઓબામાએ કમલા હેરિસની ઉમેદવારી પર ગર્વ વ્યક્ત કરતા કહ્યું કે, ‘હું મારી પુત્રી કમલાને એવું કહ્યા વગર કૉલ ન કરી શકું કે, મને તમારા પર ગર્વ છે. આ ઐતિહાસિક ઘટના બનવાની છે.’ તો બીજીતરફ કમલા હેરિસે તેમની મિત્રતા પર આભાર વ્યક્ત કર્યો છે. તેમણે તેમની સાથે ચૂંટણી અભિયાન ચલાવવા પર ઉત્સુકતા દાખવી છે.