કંગના તેની વિરુદ્ધની મુંબઈ પોલીસની FIR ફગાવવા હાઇકોર્ટમાં પહોંચી

November 24, 2020

મુંબઈ : કંગના રનૌત અને તેની બહેન રંગોલી ચંદેલે સોમવારે બોમ્બે હાઇકોર્ટમાં અરજી કરીને મુંબઈ પોલીસ દ્વારા તેમની વિરુદ્ધ દાખલ કરાયેલી એફઆઈઆરને રદ કરવાની માગણી કરી હતી. સોશિયલ મીડિયામાં પોસ્ટ્સ દ્વારા સાંપ્રદાયિક તણાવ અને ધિક્કારની લાગણી જગાવવાની કોશિશ બદલ ફરિયાદના પગલે આ બંને બહેનો વિરુદ્ધ દેશદ્રોહના આરોપસર એફઆઈઆર દાખલ કરવામાં આવી છે.

મુનવ્વર અલી સૈયદ નામના એક કાસ્ટિંગ ડિરેક્ટર દ્વારા કંગના અને તેની બહેનની વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. જેના પગલે મુંબઈના બાંદ્રામાં મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટની અદાલતે આ ફરિયાદની તપાસ કરવાનો પોલીસને આદેશ આપ્યો હતો.