કાંગારૂ બન્યો નરભક્ષી: 86 વર્ષમાં પહેલીવાર કાંગારુએ એક માણસની કરી હત્યા

September 14, 2022

નવી દિલ્હી : ઓસ્ટ્રેલિયામાં 1936 પછી પહેલીવાર કોઈ કાંગારૂ નરભક્ષી બન્યો હોવાના સમાચાર મળી રહ્યાં છે. મીડિયા અહેવાલ અનુસાર 86 વર્ષમાં પ્રથમ વખત કાંગારૂએ કોઈ માણસને મારી નાખ્યો છે. આ પ્રાણી ઓસ્ટ્રેલિયા દેશનું રાષ્ટ્રીય પ્રાણી છે.

પશ્ચિમ ઓસ્ટ્રેલિયાના એક રાજ્યમાં કાંગારૂએ એક માનવ પર એટલો ભયંકર હુમલો કર્યો કે તે ખૂબ જ ખરાબ રીતે ઘાયલ થયો અને બાદમાં સારવાર દરમિયાન તેનું મૃત્યુ થયું છે. આ અગાઉ 1936માં 38 વર્ષીય વિલિયમ ક્રિકશેંક કાંગારૂના હુમલામાં માર્યા ગયા હતા. તેમને માથાના ભાગે ગંભીર ઈજાઓ થઈ હતી. આ વખતે મૃત્યુ પામનાર વ્યક્તિની ઉંમર 77 વર્ષની છે.