કન્નડ ફિલ્મ ઈન્ડસ્ટ્રીના અભિનેતા મનદીપ રોયનું 72 વર્ષની વયે નિધન

January 31, 2023

કન્નડ ફિલ્મ ઈન્ડસ્ટ્રીના જાણીતા અભિનેતા મનદીપ રોયનું 72 વર્ષની વયે નિધન થયું છે. હૃદયરોગના હુમલાને કારણે તેમનું મૃત્યુ થયું હતું. અગાઉ ડિસેમ્બર 2022માં પણ તેમને હાર્ટ એટેક આવ્યો હતો, જેના માટે તેમની સારવાર ચાલી રહી હતી. પોતાના કરિયરમાં તેમણે 500થી વધુ ફિલ્મોમાં કામ કર્યું છે. અભિનેતાની પુત્રી અક્ષતાએ જણાવ્યું કે હેબ્બલ સ્મશાનભૂમિમાં તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા.

મનદીપ રોયને અગાઉ હાર્ટ એટેક આવતા બેંગ્લોરના શેષાદ્રિપુરમની એપોલો હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તે ધીમે ધીમે સ્વસ્થ થઈ રહ્યા હતા અને હૃદયના ઓપરેશન વિશે ડૉક્ટર સાથે ચર્ચા કરી હતી. તેમણે અંતિમ શ્વાસ પણ હોસ્પિટલમાં જ લીધા હતા. મનદીપ રોયના નિધન પર તમામ ચાહકો અને ફિલ્મ જગતની હસ્તીઓ તેમને શ્રદ્ધાંજલિ આપી રહી છે.