કર્ણાટકમાં કોરોનાના એક શંકાસ્પદ દર્દીના મોતથી ખળભળાટ

March 11, 2020

બેગલુરૂ : કર્ણાટકમાં કોરોના વાયરસના એક શંકાસ્પદ દર્દીનુ મોત થયુ છે.

આ વૃધ્ધ વ્યક્તિ તાજેતરમાં જ સાઉદી અરેબિયાથી પાછા ફર્યા હતા.એક પ્રાઈવેટ હોસ્પિટલમાં તેમની સાવાર ચાલી રહી છે.જોકે હજી સુધી ડોક્ટરોએ કોરોના વાયરસના કારણે જ આ વૃધ્ધનુ મોત થયુ છે તે વાતને સમર્થન આપ્યુ નથી.

આ વ્યક્તિના મેડિકલ રિપોર્ટની રાહ જોવાઈ રહી છે.આ પહેલા કેરાલામાં 14 અને પૂણેમાં એક કોરોના પોઝિટિવ દર્દીના કારણે દેશમાં આ વાયરસની ચપેટમાં આવનારા લોકોની સંખ્યા 62 પર પહોંચી ચુકી છે. યુપીમાં 9 લોકોમાં કોરોના વાયરસ જોવા મળ્યો છે. મહારાષ્ટ્ર, કર્ણાટક, લદ્દાખ, રાજસ્થાન, તેલંગાણા, તામિલનાડુ, જમ્મુ કાશ્મીર અને પંજાબમાં કોરોનાના કેસ જોવા મળ્યા છે.

કેન્દ્રના સ્વાસ્થ્ય મંત્રી ડો.હર્ષવર્ધનનુ કહેવુ છે કે, આ તમામ દર્દીઓની હાલત સુધારા પર છે. તેમની તબિયતમાં સુધારાના ચિન્હો જોવા મળી રહ્યા છે.

દુનિયામાં 1.16 લાખ લોકોને કોરોના વાયરસનો ચેપ લાગેલો છે.દુનિયામાં ચીન સહિત વિવિધ દેશોમાં તેના કારણે મોતને ભેટનારા લોકોની સંખ્યા 4000નો આંકડો વટાવી ચુકી છે.