કર્ણાટક સરકારના મંત્રીએ રાજીનામું આપ્યું, નોકરીના બદલામાં મહિલાના યૌનશોષણનો આરોપ

March 03, 2021

રાજકોટ  : સેક્સસીડીકાંડમાં ફસાયેલા કર્ણાટક સરકારના મંત્રી રમેશ જારકિહોલીએ તેમના પદ પરથી રાજીનામું આપ્યું છે. વિવાદ દરમિયાન આજે બુધવારે રમેશે તેમનું રાજીનામું મુખ્યમંત્રી બી.એસ. યેદિયુરપ્પાને મોકલ્યું છે.

રમેશે તેમના રાજીનામામાં કહ્યું છે કે મારા પર જે પણ આરોપ લગાવવામાં આવ્યા છે એ સત્યથી ઘણા દૂર છે. મને સંપૂર્ણ વિશ્વાસ છે કે હું મામલે નિર્દોષ સાબિત થઈશ, પરંતુ હાલ નૈતિકતાના આધારે મેં રાજીનામું આપી દીધું છે. આ સિવાય રમેશે કહ્યું છે કે આ એક ફેક વીડિયો છે. હું આ મહિલા અને ફરિયાદ કરનારી વ્યક્તિને ઓળખતો પણ નથી. હું હાઈકમાન સાથે વાત કરીને કથિત આરોપવાળા આ વીડિયોની સ્પષ્ટતા કરીશ. મંત્રીએ એવું પણ કહ્યું છે કે જો તેમના પર આરોપો સાબિત થશે તો તેઓ રાજકારણ પણ છોડી દેશે.

મંગળવારે કર્ણાટકના જળ સંસાધનમાં મંત્રી રમેશ જારકિહોલી પર યૌનશોષણનો આરોપ લગાવવામાં આવ્યો છે. આ સીડીમાં મંત્રી એક મહિલાને યૌન સંબંધ બાંધવાનું કહેતા જોવા મળી રહ્યા છે. સેક્સકાંડી આ સીડી મંગળવારે મીડિયાની સામે આવી છે. એક સામાજિક કાર્યકર્તા દિનેશ કલ્લહલ્લીએ આ વિશે બેંગલુરુ શહેરમાં પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે અને પીડિતાની સુરક્ષાની માગણી કરી છે.