કાશ્મીરી પંડિત રાહુલ ભટ્ટની હત્યાનો લેવાયો બદલો, ત્રણ આતંકી ઠાર

May 13, 2022

કાશ્મીર- જમ્મુ કાશ્મીરના બાંદીપોરાના બરાડમાં સુરક્ષાદળો અને આતંકીઓની વચ્ચે એકાઉન્ટર ચાલું છે. ત્યારે એક મોટા સમાચાર મળી રહ્યા છે. કાશ્મીરી પંડિત રાહુલ ભટ્ટની હત્યા બાદ સુરક્ષા દળોએ તેમની પત્ની મીનાક્ષીને બે દિવસમાં આતંકીઓને મારવાનું વચન આપ્યું હતું. સેનાએ 24 કલાકની અંદર પોતાનું વચન પૂરું કર્યું. છે. 
શુક્રવારે સાંજે બાંદીપોરામાં ત્રણ આતંકીઓને ઠાર કર્યા હતા. જેમાં માર્યા ગયેલા બે આતંકવાદીઓ રાહુલ ભટ્ટની હત્યામાં સામેલ હતા. ત્રીજો આતંકવાદી ગુલઝાર અહેમદ છે, જેની ઓળખ 11 મેના રોજ થઈ હતી. તે જાણીતું છે કે બડગામ જિલ્લાના ચદૂરા તાલુકામાં મહેસૂલ અધિકારી તરીકે કામ કરતા રાહુલ ભટ્ટને ગુરુવારે ઓફિસમાં ઘૂસ્યા બાદ આતંકવાદીઓએ ગોળી મારી દીધી હતી.

સરકારી કર્મચારી રાહુલ ભટ્ટની ગુરુવારે આતંકીઓએ ઓફિસમાં ઘૂસીને કરપીણ હત્યા કરી નાંખી હતી. આતંકવાદીઓએ ચડૂરા શહેરમાં તહસીલ કચેરીની અંદર ઘૂસીને રાહુલ ભટ્ટને ગોળીઓ મારીને હત્યા કરી હતી. ભટ્ટ પ્રવાસીઓ માટે વિશેષ નિયોજન પેકેજ હેઠળ 2010-11માં ક્લાર્ક તરીકે સરકારી નોકરી મળી હતી. જ્યારે બાંદીપોરામાં સુરક્ષાદળોને વિસ્તારમાં આતંકીઓ હોવાની બાતમી મળી હતી, ત્યારબાદ વિસ્તારમાં સર્ચ ઓપરેશન ચલાવવામાં આવ્યું હતું. આતંકીઓએ સુરક્ષાદળો પર જ્યારે ફાયરિંગ શરૂ કરી તો ઓપરેશન એન્કાઉન્ટરમાં ફેરવાઈ ગયું.