મેલેનિયા ટ્રમ્પની સરકારી સ્કૂલની મુલાકાતના કાર્યક્રમમાંથી કેજરીવાલ અને સિસોદિયાની બાદબાકી

February 22, 2020

નવી દિલ્હી : અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને તેમના પત્ની મેલેનિયા ટ્ર્મ્પના ભારત પ્રવાસને લઈને રાજકારણ પણ શરુ થઈ ગયુ છે.

મેલેનિયા ટ્રમ્પ દિલ્હીમાં એક સરકારી સ્કૂલની મુલાકાત લેવાના છે.આ કાર્યક્રમમાંથી દિલ્હીના સીએમ કેજરીવાલ અને ડેપ્યુટી સીએમ સિસોદિયાની બાદબાકી કરી દેવામાં આવી છે.

આ કાર્યક્રમમાંથી બંનેના નામ હટાવી દેવાયા છે.પહેલા તેઓ આ કાર્યક્રમમાં હાજરી આપવાના હતા પણ હવે તેમના નામ ગાયબ છે.આમ આદમી પાર્ટીનુ કહેવુ છે કે, ભલે પીએમ મોદીએ કેજરીવાલ અને સિસોદિયાને આમંત્રણ ના આપ્યુ હોય પણ તેમનુ કામ બોલે છે.

મેલેનિયા ટ્રમ્પ 25 ફેબ્રુઆરીએ દિલ્હીની સરકારી સ્કૂલની મુલાકાત લઈને બાળકો સાથે વાતચીત કરવાના છે.

દિલ્હીના પર્યાવરણ મંત્રી ગોપાલ રાયે કહ્યુ છે કે, કેજરીવાલ અને સિસોદિયાનુ નામ કેમ હટાવાયુ તેની જાણકારી અમારી પાસે નથી.

બીજી તરફ ભાજપના પ્રવક્તા સંબિત પાત્રાએ કહ્યુ હતુ કે, ભારત સરકાર અમેરિકાને નથી કહેતી કે કોને આમંત્રિત કરવા કે નહી.