કેજરીવાલને ભારતીય જનતા પાર્ટીએ ગણાવ્યા રેવડીલાલ

August 07, 2022

અમદાવાદ: આદમી પાર્ટીના સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ હાલ ગુજરાત પ્રવાસે છે અને તેઓ ગુજરાતની જનતાને પડતી મુશ્કેલીઓને હલ કરવાના પ્રયાસ કરી રહ્યા છે. કેજરીવાલે ચૂંટણી વાયદાઓ રૂપે રાજ્યની જનતાને બેરોજગારી ભથ્થું, ફ્રી વીજળી, શિક્ષણ જેવા અનેક મુદ્દાઓ પર મોટી ગેરંટીઓ આપી રહ્યા છે. ત્યારે ભાજપના નેતાઓ અરવિંદ કેજરીવાલ પર પ્રહારો કરીને મોટું નિવેદન આપ્યું છે.


ભારતીય જનતા પાર્ટીએ અરવિંદ કેજરીવાલને રેવડીલાલ ગણાવીને નિશાન સાધ્યું છે. ભાજપના પ્રવક્તા ડૉ. યજ્ઞેશ દવેએ ટ્વિટ કરીને લખ્યું છે કે રેવડીલાલે આજે ગુજરાતમાં 10 લાખ સરકારી નોકરીઓનું વચન આપ્યું છે. જ્યારે ગુજરાત સરકારમાં સરકારી પદોની કુલ સંખ્યા 5.6 લાખ છે. પાછા રેવડીવાલ 5 વર્ષમાં આ સંખ્યા બમણી કરવાનું વચન આપે છે.


આ દર્શાવે છે કે તે જ્યાં જાય છે ત્યાં 10 લાખ નોકરીઓનું વચન આપતું કોપી પેસ્ટ મોડલનો ઉપયોગ કરી રહ્યા છે. ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા અમિત માલવિયાએ પણ કેજરીવાલ પર ખોટાં વચનો આપવાનો આરોપ લગાવીને નિશાન સાધ્યું છે.