સુરત : કેજરીવાલના રોડ શોમાં પથ્થરમારો, પોલીસનો કાફલો ખડકાયો

November 28, 2022

સુરતમાં આમ આદમી પાર્ટી પર પથ્થરમારાની ત્રીજી ઘટના


મગનનગર-2 કેજરીવાલના રોડ-શો દરમિયાન પથ્થરમારો


સુરત- ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઇને રાજકારણ આસમાને પહોંચી ગયું છે. ભાજપ, કોંગ્રેસ સહિતના પક્ષોના ઉમેદવારો આક્ષેપો અને શબ્દ યુદ્ધ પણ જોવા મળી રહ્યું છે, ત્યારે કેજરીવાલના રો-શોમાં પથ્થમારો થયો હોવાની ઘટના સામે આવી છે. આજે સુરતમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલનો રોડ-શો યોજાયો હતો. આ દરમિયાન પથ્થરમારો થતાં ભાગદોડ મચી હતી. ગુજરાતની ચૂંટણીને લઈને આમ આદમી પાર્ટીના નેતા અરવિંદ કેજરીવાલ ચૂંટણી પ્રચાર માટે સુરતના મહેમાન બન્યા હતા.

તેમના રોડ-શોમાં પણ જનમેદની જોવા મળી હતી. સુરતમાં આવેલા મગનનગર-2માં અરવિંદ કેજરીવાલનો રોડ-શો ચાલી રહ્યું હતું. જોકે અચાનક આ રોડ-શોમાં પથ્થરમારાની ઘટના શરૂ થઈ હતી. તો ઘટના વધુ ન વણસે તે માટે પોલીસનો કાફલો પણ તુરંત ઘટના સ્થળે પહોંચી ગઈ હતી.
જીનપિંગના એક નિર્ણયથી લોકોમાં ફાટી નિકળ્યો છે રોષ, બેઇજીંગ હોય કે શાંઘાઇ લોકો ઉતર્યા રસ્તા પર