કેરાલાઃ મજૂરને લાગી 12 કરોડની લોટરી, કહ્યું કે હજી સપનુ જોતો હોઉં તેમ લાગે છે

February 12, 2020

તિરૂવનંતપુરમ : રોજ મજૂરી કરીને રોજ મહેનતાણુ મેળવતા કેરાલાના એક મજૂરને 12 કરોડ રુપિયાની લોટરી લાગી છે.

પરિવારને હજી પણ વિશ્વાસ નથી આવતો કે, તેઓ રાતારોત કરોડપતિ થઈ ગયા છે. કેરાલાના કન્નૂરમાં રહેનારા પેરુન્નન રાજન મજૂરી કરે છે.10 ફેબ્રુઆરીએ થયેલી લોટરીના પરિણામોની જાહેરાત બાદ તેમના દિવસો ફરી ગયા છે.

તેમને 12 કરોડની લોટરી લાગી છે અને તેમાંથી ટેકસ કપાટા બાદ લગભગ સાત કરોડ રુપિયા તેમને મળશે.રાજને કહ્યુ હતુ કે, હજી પણ લાગે છે કે, હું સપનુ જોઈ રહ્યો છે.

58 વર્ષીય રાજન મજૂરી કરે છે પણ નિયમિત રીતે લોટરીની ટિકિટ ખરીદતા હતા.તેમને હતુ કે, કોઈ દિવસ તો તેમની કિસ્મત બદલાશે.રાજને કહ્યુ હતુ કે, લોટરી ટિકિટ જમા કરાવતા પહેલા મેં કેટલીક વખત નંબર ચેક કર્યો હતો.કારણકે મને વિશ્વાસ નહોતો થઈ રહ્યો કે , હું આટલી મોટી રકમ જિત્યો છું.