કેરળ: મોસમનો મિજાજ બદલાયો, તિરૂવનંતપુરમમાં વરસાદ, કેટલાય જિલ્લામાં રેડ એલર્ટ જારી

October 16, 2021

તિરૂવનંતપુરમ-ચોમાસુ વિત્યા બાદ પણ દેશના કેટલાક ભાગોમાં વરસાદ ચાલુ છે. આજે કેરળના તિરૂવનંતપુરમમાં અચાનક મોસમ બદલાયો અને વરસાદ થયો. હવામાન વિભાગે રાજ્યના વધુ કેટલાક ભાગમાં પણ વરસાદનુ અનુમાન વ્યક્ત કર્યુ છે.
ભારે વરસાદના કારણે પતનમિથિટ્ટા, કોટ્ટાયમ, એનાર્કુલમ, ઈડુક્કી, ત્રિશૂર જિલ્લામાં રેડ એલર્ટ જારી કરવામાં આવ્યુ છે જ્યારે તિરૂવનંતપુરમ, કોલ્લમ, અલાપુઝા, પલક્કડ, મલપ્પુરમ, કોઝિકોડ અને વાયનાડ જિલ્લા માટે ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યુ છે.


દિલ્હી સહિત કેટલાક રાજ્યોમાં હવામાન મિજાજ બદલી શકે છે. હવામાન વિભાગે કહ્યુ કે રાષ્ટ્રીય રાજધાની દિલ્હી સહિત કેટલાક રાજ્યોમાં વરસાદ થવાની સંભાવના છે. ભારતીય હવામાન વિભાગ અનુસાર ઉત્તર પ્રદેશ, દિલ્હી, ઓડિશા સહિત દક્ષિણ ભારતના કેટલાક રાજ્યોમાં શનિવારે સામાન્ય વરસાદનુ અનુમાન છે.


બંગાળની ખાડીમાં બનેલા દબાણના કારણે હવામાનમાં આ પરિવર્તન જોવા મળી શકે છે. વરસાદ બાદ દિલ્હી-એનસીઆરના તાપમાનમાં ઘટાડો આવી શકે છે.