કોલકાતાએ 86 રનથી મેચ જીતી

October 07, 2021

કોલકાતા  :  ગુરુવારે IPLના ડબલ હેડરની બીજી મેચ કોલકાતા અને રાજસ્થાન વચ્ચે રમાઈ રહી છે. જેમાં ટોસ જીતીને RRના કેપ્ટન સંજુ સેમસને ટોસ જીતી પહેલા બોલિંગ પસંદ કરી હતી. જેમાં કોલકાતાએ પહેલા બેટિંગ કરતા 20 ઓવરમાં 4 વિકેટના નુકસાને 171 રન કર્યા હતા. શારજાહ ક્રિકેટ ગ્રાઉન્ડમાં રમાઈ રહેલી આ મેચ કોલકાતા માટે જીતવી અત્યંત આવશ્યક છે. જો મોર્ગન એન્ડ ટીમ આ મેચ જીતી જશે તો તેની પ્લેઓફમાં જગ્યા લગભગ નિશ્ચિત થઈ જશે. અત્યારે KKRના 13 મેચમાં 12 પોઇન્ટ છે અને નેટ રન રેટ +0.294 છે.