યોકોવિચની ટેનિસ ટુરમાં સામેલ ડિમિટ્રોવ બાદ કોરિકને પણ કોરોનાનો ચેપ

June 27, 2020

બેલગ્રાડેઃ કોરોના મહામારીના કારણે ટેનિસ સ્થગિત છે, ત્યારે વર્લ્ડ નંબર વન સર્બિયન ટેનિસ સ્ટાર યોકોવિચે પોતાની મિની ટેનિસ ટુરનુંઆયોજન કર્યું હતુ, જેમાં સર્બિયાના બોર્ના કોરિક, યેલેના યાન્કોવિચની સાથે બલ્ગેરિયાનો ડિમિટ્રોવ, જર્મનીનો ઝ્વેરેવ તેમજ ઓસ્ટ્રિયાનો થિયમ પણ જોડાયા હતા. ચેરિટી ઈવેન્ટના નામે યોજાઈ રહેલી મિની ટેનિસ ટુરમાં ભાગ લેનારા ડિમિટ્રોવ અને કોરિકને કોરોનાનો ચેપ લાગ્યો છે, જેના કારણે યોકોવિચની ઉગ્ર ટીકા થઈ રહી છે. યોકોવિચની ટુર્નામેન્ટની સાથે જોડાયેલા કુલ ચાર વ્યક્તિઓને કોરોનાનો ચેપ લાગી ચૂક્યો છે, જેમાં યોકોવિચના ટ્રેનરનો પણ સમાવેશ થાય છે. સોશિયલ ડિસ્ટન્સિંગ અને માસ્ક વિના મોટા પ્રમાણમાં એકઠા થતાં પ્રેક્ષકો અને યોકોવિચ સહિતના ખેલાડીઓએ પણ કોરોનાની દરકાર લીધા વિના બિન્ધાસપણે મેચોમાં ભાગ લીધો હતો. ખેલાડીઓ પણ સોશિયલ ડિસ્ટન્સિંગ ભૂલ્યા હતા. ડિમિટ્રોવે સોમવારે સોશિયલ મીડિયા પર પોતાની તસવીર શેયર કરતાં તેને કોરોના થયો હોવાની માહિતી ચાહકોએ આપી હતી. પછી સર્બિયન ખેલાડી બોર્ના કોરિકને પણ કોરોનાનો ચેપ લાગ્યો છે, જેની જાહેરાત તેેણે સોશિયલ મીડિયામાં કરી હતી. ડિમિટ્રોવ અને યોકોવિચના ટ્રેનરે પણ કોરોના થયો છે. જેના પગલે યોકોવિચ હવે કોરોનાનો ટેસ્ટ કરાવવા માટે તૈયાર થઈ ગયો છે.