યુનિયન અને લેબર ગૃપ દ્વારા રાહત યોજનાની માંગણી સાથે લેબર ડે ઉજવાયો

September 13, 2020

  • કેનેડીયન લેબર કોંગ્રેસે અસરગ્રસ્તો માટે રોજગારી બાયંધરીની માંગણી કરી

ઓટાવા : દેશભરના યુનિયન અને લેબર ગૃપોએ લેબર ડેની ઉજવણી કરી ફેડરલ સરકાર પાસેથી કોવિડ -૧૯ બાદની સ્થિતિમાં અસરગ્રસ્તોને વધુ રાહતની માંગણી કરી હતીસોમવારે કેનેડીયન લેબર કોંગ્રેસે ફેડરલ સરકાર સામે લેબર ડેની રજા જાહેર કરી હતી. સાથે જેમણે કોવિડ -૧૯ને કારણે નોકરી ગુમાવી છે એવા લોકો માટે રોજગારીની બાયંધરીની પણ માંગણી કરી હતી. જેથી એવા લોકોને કોરોનાને કારણે થયેલા નુકસાનનું વળતર મહામારી પુરી થાય ત્યાં સુધી મળી શકેસીએલસીના પ્રમુખ હસન યુસુફે એમ પણ કહ્યું હતું કે તેમને આશા છે કે, કેનેડાના વડાપ્રધાન જસ્ટીન ટ્્રુડો ટુંક સમયમાં વિશે વિચારણા કરી પોતાના વકતવ્યથી જાહેરાત કરશે. જેમાં સુધારીત એપ્રેન્ટીસશીપ પ્રોગ્રામ હશે અને એનો લાભ કેનેડાના યુવાનોને પણ મળી શકશે, જેેવો લાભ ઈમિગ્રન્ટસને મળી રહ્યો છે. કેનેડીયન પ્રેસ સાથેની વાતચીતમાં યુસુફે એમ પણ કહ્યું હતું કે, ઘણાં મુદ્દાઓ ધ્યાન ખેંચનારા છે છતાં ફેડરલ સરકાર વિશે પણ વિચારીને પગલા લેશે તો દેશમાં રોજગારીની સમસ્યા હળવી થઈ શકશે. ટોરન્ટોમાં યોજાયેલી રેલીમાં યુનાઈટ હેરે લોકલ ૭પ નામક ગ્રેટર ટોરન્ટોની મોટા હોસ્પીટાલીટી યુનિયનના સેક્રેટરી અને ખજાનચી શેલી સરીને કહ્યું હતું કે સેકટરના કર્મચારીઓને વધુ પગારી રજાઓ અને લાંબા ગાળાના લાભો પણ મળવા જોઈએ. કેમકે અત્યારે બધા મોટા સંઘર્ષકાળમાંથી પસાર થઈ રહયા છેઘણાં પાસે તો ભાડુ ભરવાના કે ખાવાપીવા માટેના નાણાં પણ નથી. કેલગેરીમાં બેરોજગારી ૧૪. ટકા જેટલી છે. કાલગેરી ડીસ્ટ્રીકટ લેબર કાઉન્સીલે પગારી માંદગીની રજા આપવા પણ રજુઆત કરી હતી.