પાકિસ્તાનમાં માછીમાર બની ગયો રાતોરાત લખપતિ, 70 લાખમાં વેચાઇ દુર્લભ માછલી
November 10, 2023
કરાચી- પાકિસ્તાનના કરાચી શહેરમાં હાજી બલુચ અને તેના સાથીઓનું ભાગ્ય ત્યારે બદલાઈ ગયું જ્યારે તેમણે 'ગોલ્ડન ફિશ' (સોવા) પકડી લીધી. અરબી સમુદ્રમાંથી પકડાયેલી આ માછલીઓએ માછીમારનું જીવન બદલી નાખ્યું. કારણ કે આ માછલીની માર્કેટમાં હરાજી કરવામા આવી તો 70 લાખ રૂપિયામાં વેચાઇ હતી.
આ ઘટનાને લઇને માછીમારે કહ્યું કે, અમે કરાચીના ખુલ્લા સમુદ્રમાં માછલી પકડી રહ્યાં હતી. ત્યારે અમને ગોલ્ડન ફિશની એક મોટી શાખા મળી અને તે અમારા માટે આશ્ચર્યજનક હતું. હાજીએ કહ્યું કે તે આ પૈસા તેની સાત લોકોની ટીમમાં વહેંચી દેશે.
પાકિસ્તાન ફિશરમેન ફોક ફોરમના મુબારક ખાને જણાવ્યું હતું કે, જ્યારે કરાચી બંદર પર માછીમારોએ તેમના કેચની હરાજી કરી ત્યારે આખી માછલી લગભગ 70 મિલિયન રૂપિયામાં વેચાઈ હતી. આ માછલીઓ પ્રજનન કાળ દરમિયાન જ દરિયાકિનારાની નજીક આવે છે.
સોવા માછલીને કિંમતી અને દુર્લભ માછલી તરીકે ઓળખવામાં આવે છે. સોવા સાંસ્કૃતિક અને પરંપરાગત મહત્વ પણ ધરાવે છે, જેનો ઉપયોગ પરંપરાગત દવાઓ અને સ્થાનિક ભોજનમાં થાય છે. આ સિવાય સોવા માછલીના પેટમાંથી નીકળતા પદાર્થોમાં ઔષધીય ગુણ હોય છે જે સારવારમાં ઉપયોગી છે. માછલીમાંથી મેળવેલા દોરા જેવા પદાર્થનો ઉપયોગ સર્જરીમાં પણ થાય છે.
માછલીનું વજન સામાન્ય રીતે 20 થી 40 કિગ્રાની વચ્ચે હોય છે અને તે 1.5 મીટર સુધી વધી શકે છે અને પૂર્વી એશિયાઇ દેશોમાં આ માછલીઓની ખૂબ માંગ છે.
Related Articles
ઈઝરાયલ-ઈરાનના યુદ્ધ પર પહેલીવાર બોલ્યું ભારત, કહ્યું- 'અમે ખુબ ચિંતિત, આ રીતે ઉકેલ લાવો...'
ઈઝરાયલ-ઈરાનના યુદ્ધ પર પહેલીવાર બોલ્યું...
ડેનમાર્કમાં ઈઝરાયલી દૂતાવાસ પાસે બે વિસ્ફોટ, પોલીસ તપાસ શરૂ
ડેનમાર્કમાં ઈઝરાયલી દૂતાવાસ પાસે બે વિસ્...
Oct 02, 2024
નેપાળમાં પૂરને લીધે 241 લોકોનાં મોત, સેંકડો ગુમ, 4 હજારનું રૅસ્ક્યૂ
નેપાળમાં પૂરને લીધે 241 લોકોનાં મોત, સેં...
Oct 02, 2024
ઈરાન દ્વારા ઈઝરાયલ પર હુમલા કરાતાં નવું ટેન્શન ઊભું થયું, ક્રૂડ ઓઈલના ભાવમાં 'ભડકો'
ઈરાન દ્વારા ઈઝરાયલ પર હુમલા કરાતાં નવું...
Oct 02, 2024
ઈરાનની જાસૂસી સંસ્થાનો વડો જ હતો મોસાદ એજન્ટ, પૂર્વ રાષ્ટ્રપતિના ખુલાસા
ઈરાનની જાસૂસી સંસ્થાનો વડો જ હતો મોસાદ એ...
Oct 02, 2024
ઈરાને ઈઝરાયલ પર 400થી વધુ મિસાઈલ છોડી, અમેરિકા એલર્ટ
ઈરાને ઈઝરાયલ પર 400થી વધુ મિસાઈલ છોડી, અ...
Oct 02, 2024
Trending NEWS
02 October, 2024
02 October, 2024
02 October, 2024
02 October, 2024
02 October, 2024
02 October, 2024
02 October, 2024
02 October, 2024
02 October, 2024
02 October, 2024
Oct 02, 2024