કેમરૂનમાં અંતિમ સંસ્કાર દરમિયાન ભૂસ્ખલન, 14નાં મોત

November 29, 2022

કેમરૂનની રાજધાની યાઉંડેમાં એક મોટો અકસ્માત થયો છે. અહીં અંતિમ સંસ્કાર દરમિયાન ભૂસ્ખલન થતા ઓછામાં ઓછા 14 લોકોના મોત થયા છે. ઘટના રવિવારની છે. સ્થાનિક ગવર્નરે કહ્યું, આ દુઃખદ દુર્ઘટનામાં ઘણા લોકો લાપતા પણ છે, આશંકા છે કે તેઓ કાટમાળ નીચે દટાયા છે, જેના માટે બચાવ કામગીરી સતત ચાલી રહી છે.
 
દુર્ઘટના બાદ ઘટના સ્થળેથી 10 મૃતદેહો મળી આવ્યા હતા, ગવર્નર નાસેરી પોલ બીએ જણાવ્યું હતું કે, તે પહેલા સ્થાનિક લોકોએ ચાર મૃતદેહોને બહાર કાઢ્યા હતા. તેમણે જણાવ્યું કે, આ અકસ્માતમાં ઘણા લોકો ઘાયલ પણ થયા છે, જેમને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. આમાં એક ડઝનથી વધુ ગંભીર રીતે ઘાયલ છે.