ભારતમાં લોન્ચ થઈ સ્વદેશી ઈલેક્ટ્રિક બાઈક Tork Kratos, સિંગલ ચાર્જ પર આપશે 180 કિમીની રેન્જ
January 28, 2022

સ્વદેશી ઇલેક્ટ્રિક વાહન ઉત્પાદક ટોર્ક મોટર્સે ભારતમાં નવી ઇલેક્ટ્રિક મોટરસાઇકલ Kratosલોન્ચ કરી છે. કંપનીએ આ બાઈકને 2 વેરિઅન્ટમાં રજૂ કરી છે, જેનુંનામ Kratosઅને Kratos R છે. આ બાઇકની પ્રારંભિક કિંમત 1.02 લાખથી શરૂ થાય છે. જો કેકિંમતો એક્સ-શોરૂમ દિલ્હીની છે અને ત્યાં સબસિડી જોડાયેલ છે. Tork Motors એ તેની બુકિંગ શરૂ કરી દીધું છે. આ મોટરસાઈકલની ખાસિયત. કંપનીએ બંને બાઇક માટે બુકિંગ પણ શરૂ કરી દીધું છે,
ડિલિવરી આ વર્ષે એપ્રિલ સુધીમાં થવાની શકયતા છે. ઈચ્છુક ગ્રાહકો કંપનીની સત્તાવાર વેબસાઇટ પર માત્ર રૂ.999 ચૂકવીને મોટરસાઇકલ બુક કરાવી શકે છે. નવી Torque Kratos EV સમગ્ર ભારતમાં તબક્કાવાર રીતે ઉપલબ્ધ કરાવવામાં આવશે. પ્રારંભિક તબક્કામાંતે પુણે, મુંબઈ, હૈદરાબાદ, ચેન્નાઈ અને દિલ્હી જેવા મોટા ભારતીય શહેરોમાં લોન્ચ કરવામાં આવશે. જ્યારે બીજા તબક્કામાં મોટરસાઈકલને વધુ શહેરોમાં લઈ જવામાં આવશે.
બેટરી અને રેન્જ
આ મોટરસાઇકલને 48V ના સિસ્ટમ વોલ્ટેજ સાથે IP67-રેટેડ 4 Kwh લિથિયમ-આયન બેટરી પેક મળે છે. તેની IDC રેન્જ 180 કિમી છે, જ્યારે રિયલ વર્લ્ડ રેન્જ 120 કિમી છે. તેને 100 kmphની ટોપ સ્પીડ હાંસલ કરવા માટે રેટ કરવામાં આવે છે. તેમા એક્સિયલ ફ્લક્સ ટાઇપ ઇલેક્ટ્રિક મોટર મળે છે, જેની મેક્સિમમ પાવર 7.5 kW છે અને પીક ટોર્ક 28 Nm છે. કંપનીનો દાવો છે કે માત્ર 4 સેકન્ડમાં આ વાહન 0-40 kmphની સ્પીડ પકડી લે છે. હાઈ-સ્પેકKratos R ને વધુ શક્તિશાળી મોટર મળે છે, જે મેક્સિમમ 9.0 Kw પાવર અને 38 Nm પીક ટોર્ક જનરેટ કરવામાં સક્ષમ છે. સ્ટાન્ડર્ડ મોડલની સરખામણીમાં તેની ટોપ સ્પીડ 105 kmphછે.
ફાસ્ટ ચાર્જિંગ સુવિધા
ફાસ્ટ ચાર્જિંગ માત્ર Kratos R મોટરસાઇકલ પર જ અન્ય કેટલીક વધારાની કનેક્ટિવિટી સુવિધાઓ જેમ કે જીઓફેન્સિંગ, ફાઇન્ડ માય વ્હીકલ ફીચર, મોટરવોક આસિસ્ટ, ક્રેશ એલર્ટ, વેકેશન મોડ, ટ્રેક મોડ એનાલિસિસ તેમજ સ્માર્ટ ચાર્જ એનાલિસિસ સાથે ઉપલબ્ધ કરાવવામાં આવે છે.
Related Articles
ગરમીમાં ફૂદીનાનું સેવન રામબાણ ઉપાય, આ બીમારીઓથી આપશે છૂટકારો
ગરમીમાં ફૂદીનાનું સેવન રામબાણ ઉપાય, આ બી...
Apr 29, 2023
અથાણું બનાવતી સમયે બહુ ઉપયોગી છે આ નાની ટિપ્સ, જોજો ભૂલતા!
અથાણું બનાવતી સમયે બહુ ઉપયોગી છે આ નાની...
Apr 29, 2023
એપ્રિલમાં આ રાશિઓ પર રહેશે હનુમાનજીની કૃપા, સોનાની જેમ ચમકશે ભાગ્ય
એપ્રિલમાં આ રાશિઓ પર રહેશે હનુમાનજીની કૃ...
Apr 03, 2023
મા અંબાની આરાધનાનો અવસર એટલે ચૈત્રી નવરાત્રિ
મા અંબાની આરાધનાનો અવસર એટલે ચૈત્રી નવરા...
Mar 19, 2023
Apple iPhone 14 યલો વેરિયેન્ટ કલરમાં થયો લોન્ચ
Apple iPhone 14 યલો વેરિયેન્ટ કલરમાં થયો...
Mar 11, 2023
ખરાબ કોલેસ્ટ્રોલને ભગાડે છે બીટ, બ્રેકફાસ્ટમાં બનાવો હેલ્ધી ટિક્કી
ખરાબ કોલેસ્ટ્રોલને ભગાડે છે બીટ, બ્રેકફા...
Jan 31, 2023
Trending NEWS

06 June, 2023

06 June, 2023

06 June, 2023

06 June, 2023

06 June, 2023

06 June, 2023

06 June, 2023

05 June, 2023

05 June, 2023

05 June, 2023