જાણો દશેરાના દિવસ-રાતના ચોઘડિયાં અને મુહૂર્ત
October 05, 2022
.jpg)
અમદાવાદ:વિજયાદશમી એટલે કે, દશેરાના તહેવારને તમામ મનોકામનાઓ પૂરી કરનારો અને અધર્મ પર ધર્મના વિજયના પ્રતીક સમાન માનવામાં આવે છે. આ દિવસે ભગવાન શ્રીરામે રાવણનો વધ કરીને સંસારને અત્યાચારમાંથી મુક્તિ અપાવી હતી. દશેરાના દિવસે કોઈ પણ શુભ કે માંગલિક કાર્ય કરવામાં આવે તે ખૂબ જ લાભકારી ગણાય છે. આ દિવસે કોઈ મુહૂરર્ત જોયા વગર પણ શુભ કાર્ય કરી શકાય છે. દશેરાનો દિવસ ખરીદી માટે ઉત્તમ ગણાય છે. આ દિવસે શસ્ત્ર પૂજા પણ કરવામાં આવે છે.
વિજયાદશમી શુભ મુહૂર્ત
વિજય મુહૂર્ત- 14:07થી 14:54 સુધી
અવધિ- 47 મિનિટ
અપરાહ્ન મુહૂર્ત- 13:20થી 15:41 સુધી
જાણો શું હોય છે ચોઘડિયા મુહૂર્ત
સૂર્યોદય અને સૂર્યાસ્તની મધ્યના સમયને દિવસના ચોઘડિયાં કહેવામાં આવે છે અને સૂર્યાસ્ત અને આગલા દિવસના સૂર્યોદયની મધ્યના સમયને રાત્રિના ચોઘડિયાં કહેવામાં આવે છે. કોઈ પણ શુભ કાર્યનો પ્રારંભ કરવા માટે અમૃત, શુભ, લાભ અને ચર, આ 4 ચોઘડિયાંઓ ઉત્તમ ગણાય છે. એવું કહેવાય છે કે, આ સમયે કોઈ પણ મંગળ કાર્ય કરવું ફળદાયી હોય છે.
દશેરાના દિવસના ચોઘડિયાં મુહૂર્ત
લાભ - ઉન્નતિ- 06:16 am થી 07:44 am
અમૃત - સર્વોત્તમ- 07:44 am થી 09:13 am
શુભ - ઉત્તમ- 10:41 am થી 12:09 pm
લાભ - ઉન્નતિ- 4:34 pm થી 06:03 pm
દશેરાના રાત્રિના ચોઘડિયાં મુહૂર્ત
શુભ - ઉત્તમ- 07:34 pm થી 09:06 pm
અમૃત - સર્વોત્તમ- 09:06 pm થી 10:38 pm
લાભ - ઉન્નતિ- 03:13 am થી 04:45 am, ઓક્ટોબર 06 (કાળ રાત્રિ)
Related Articles
અમદાવાદમાં શતાબ્દી મહોત્સવનું સમાપન, 30 દિવસમાં 1.21 કરોડ લોકોએ નગરની મુલાકાત લીધી
અમદાવાદમાં શતાબ્દી મહોત્સવનું સમાપન, 30...
Jan 15, 2023
મંગળ વૃષભ રાશિમાં થયો માર્ગી, આ 4 રાશિના જાતકોને થશે ફાયદો
મંગળ વૃષભ રાશિમાં થયો માર્ગી, આ 4 રાશિના...
Jan 15, 2023
રાશિફળ 2023:કુંડળી, અંક જ્યોતિષ અને ટેરોથી જાણો નોકરી, વેપાર, ઘર-પરિવાર અને સ્વાસ્થ્ય માટે નવું વર્ષ કેવું રહેશે?
રાશિફળ 2023:કુંડળી, અંક જ્યોતિષ અને ટેરો...
Dec 31, 2022
ગ્રહોની ગતિમાં ફેરફાર:આજે સાંજે 4.15 વાગ્યે મકર રાશિમાં શુક્ર-શનિની યુતિ બનશે
ગ્રહોની ગતિમાં ફેરફાર:આજે સાંજે 4.15 વાગ...
Dec 29, 2022
બુધનું રાશિ પરિવર્તન:28 ડિસેમ્બરે બુધ ગ્રહ 3 દિવસ માટે મકર રાશિમાં મહેમાન બનશે
બુધનું રાશિ પરિવર્તન:28 ડિસેમ્બરે બુધ ગ્...
Dec 26, 2022
Trending NEWS

01 February, 2023
.jpg)
01 February, 2023

01 February, 2023

31 January, 2023

31 January, 2023

31 January, 2023

31 January, 2023

31 January, 2023

31 January, 2023

31 January, 2023