જાણો સુકા ધાણાનું પાણી પીવાના ફાયદા

January 07, 2020

ધાણા ખાવાના સ્વાદને વધારવા માટે ઉપયોગી છે પરંતુ જો તેનુ પાણી દરરોજ પીવામાં આવે તો શરીરને ઘણા લાભ થાય છે. (Home Remedies) ધાણામાં પોટેશિયમ, વિટામીન સી, કેલ્શિયમ અને મેગ્નેશિયમ જેવા તત્વો રહેલા હોય છે. તો જાણીએ ધાણાનું પાણી પીવાથી કેવા કેવા ફાયદા થાય છે. (HealthTips)
સુશ્રુતમાં એને સર્વજ્વરનાશક, દીપક, દાહનાશક, અરુચિનાશક અને ઊલટી બંધ કરનાર કહેલ છે.
ટીપ્સઃ
ધાણા પેટની પીડા મટાડનાર, પેશાબ વધારે લાવનાર, પાચક અને કોમાદ્વિપક મનાય છે.
ધાણાના પાણીમાં રહેલા ફાઇબર અને એશિન્શિયલ ઓઇલ લિવરથી જોડાયેલી બિમારીઓથી બચાવે છે. તેમજ લિવરની બીમારીઓને ભગાડે છે.
ધાણાનાપાણીમાં એક વિશેષ તત્વ ડોડનલ રહેલું છે. તે ટાઇફોઇડના બેક્ટેરિયાને દૂર કરે છે. આમ કરવાથી રોગ પ્રતિકારક શક્તિમાં વધારો થાય છે.
ધાણાનું પાણી પીવાથી સારા કોલેસ્ટ્રેલમાં વધારો થાય છે અને ખરાબ કોલેસ્ટ્રેલ દૂર થાય છે. આ પાણીને રોજ પીવાથી હૃદય સંબંધિત બિમારીઓનો ખતરો દૂર કરે છે.
ધાણાના પાણીમાં રહેલા એસ્કોર્બિક એસિડ એન્ટીઓક્સિડેંટ શરીરની રોગ પ્રતિકારક શક્તિ વધારે છે. જેથી શરદી અને ઉધરસની સમસ્યા દૂર થાય છે. તે ઊંઘ લાવનાર અને છાતીમાંથી કફ કાઢનાર પણ મનાય છે.
ધાણાનું પાણી પીવાથી મોંમાંથી અને શ્વાસમાંથી આવતી દુર્ગંધની સમસ્યા પણ દૂર થાય છે અને રોગ પ્રતિકારક શક્તિમાં વધારો કરે છે.
તે ટીશ્યુના પ્રોડક્શનને વધારે છે. જેથી અલ્સરની સમસ્યા દૂર થઇ જાય છે.