જાણો ઓગષ્ટનુ રાશિફળ : કઈ રાશિને થશે ધનલાભ, કોનું બગડશે સ્વાસ્થય
August 01, 2022

અમદાવાદ, તા. 01 ઓગસ્ટ 2022, સોમવાર
ઓગસ્ટ મહિનો શરૂ થઈ ગયો છે. જ્યોતિષ શાસ્ત્ર પ્રમાણે આ મહિનો કેટલીક રાશિઓ માટે શુભ રહેશે. આ મહિનામાં કર્ક અને કુંભ રાશિના જાતકોની આવકના નવા સ્ત્રોત પેદા થશે. જો કે કેટલીક રાશિઓને મુશ્કેલ સમયમાંથી પણ પસાર થવું પડી શકે છે. તો જાણીએ ઓગસ્ટ મહિનો તમામ 12 રાશિઓ માટે કેવો રહેશે.
મેષઃ આપના માટે આ મહિનો મિશ્ર પરિણામ આપનારો બની શકે છે. કાર્યક્ષેત્રમાં નવી તકોની શક્યતાઓ બનશે. આરોગ્ય માટે તમારા માટે આ મહિનો થોડો મુશ્કેલ હોઈ શકે છે. આરોગ્ય સાથે સંબંધિત મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે.
વૃષભઃ આપના માટે આ મહિનો સકારાત્મક ફળ આપનારો બની શકે છે. જીવનમાં અનેક પોઝીટીવ ફેરફાર આવી શકે છે. શિક્ષણના ક્ષેત્રે સારૂ પ્રદર્શન કરતા જોવા મળી શકો છો. માનસિક તાણ જેવી સમસ્યાઓ તમને ખૂબ જ હેરાન કરી શકે છે. કાર્યસ્થળે સહકર્મચારીઓ સાથે વિવાદ થઈ શકે છે.
મિથુનઃ મિથુન રાશિના વિદ્યાર્થીઓને શિક્ષણ ક્ષેત્રે મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. જો કે આર્થિક જીવન સારૂ રહેવાની શક્યતા છે. ઘરના વડીલોનો સપૂર્ણ સહયોગ મળશે. પ્રેમ સંબંધોમાં પણ સમસ્યા આવી શકે છે. પાર્ટનર સાથે વાતચીત વખતે ભાષા અને વ્યવહાર ઉપર નિયંત્રણ રાખવાની જરૂરિયાત છે.
કર્કઃ કર્ક રાશિના જાતકો માટે આ મહિનો સારો રહેવાનો છે. શિક્ષણ ક્ષેત્રે સારા પરિણામો પ્રાપ્ત કરવામાં સફળતા મળશે. નાણાકીય દ્રષ્ટિએ પણ સારા પરિણામો આવશે. આવક માટેના સારા સ્ત્રોતો ખુલી શકે છે અને પૈતૃક સંપતિમાં થનારો લાભ પણ મહિનાની તમારી આર્થિક સ્થિતિને મજબૂત બનાવશે.
સિંહઃ આપને આ મહિનાની શરૂઆતમાં પ્રેમ, લગ્ન જીવન અને આરોગ્યને અનુલક્ષીને થોડીક મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. જ્યાકે કરિયર, પારિવારિક જીવન વગેરેના દૃષ્ટિકોણથી આ મહિનો તમારા માટે શુભ રહેશે. મહિનાના ઉત્તરાર્ધમાં બુધ અને સૂર્યની યુતિ તમારા આપના પ્રથમ ભાવમાં થશે, તેના કારણે તમે શિક્ષણ ક્ષેત્રે સારૂ પ્રદર્શન કરશો.
કન્યાઃ આપના માટે આ મહિનો ઉતાર-ચઢાવથી ભરેલો રહેશે. આરોગ્ય માટે સતર્ક રહેવાની જરૂર છે. જૂના રોગો હેરાન કરી શકે છે. પારિવારિક જીવન પણ પ્રભાવિત થઈ શકે છે. જો કે કરિયર માટે આ મહિનો તમને સકારાત્મક પરિણામ આપનારો છે. સરકારી નોકરીની તૈયારી કરી રહેલા લોકો માટે આ સમય સાનુકૂળ રહેશે.
તુલાઃ આપના માટે આ મહિનો ખૂબ જ સામાન્ય રહેશે. કરિયર અને દાંપત્ય જીવનમાં મુશ્કેલીઓ આવી શકે છે. પરિવારના સભ્યો વચ્ચે નાની-નાની બાબતોને અનુલક્ષીને વિવાદ થઈ શકે છે. આરોગ્યનું ધ્યાન રાખજો. જો કે આ મહિને શિક્ષણ અને નાણાકીય દ્રષ્ટિએ તમને સકારાત્મક પરિણામ મળી શકે છે.
વૃશ્ચિકઃ આપના માટે આ મહિનો શિક્ષણની દ્રષ્ટિએ ઉત્તમ રહેવાનો છે. બુધની સારી સ્થિતિના કારણે તમારૂ પારિવારિક જીવન ખૂબ જ સુખદ રહેશે. કરિયરમાં કેટલાક ઉતાર-ચઢાવનો સામનો કરવો પડી શકે છે. નોકરીયાત કે વેપારી વર્ગના લોકોએ થોડી સાવધાનીથી ચાલવું પડશે.
ધનઃ આપને આ મહિનો મિશ્રિત ફળ આપશે. આ રાશિના જે જાતકો બેરોજગાર છે તેમને આ મહિને નવી નોકરી મળી શકે છે. શિક્ષણમાં સારા પરિણામો મેળવવા માટે વધુ મહેનત કરવી પડી શકે છે. મિત્રો અને સંબધીઓ સાથેના સંબંધો સુધરશે.
મકરઃ આપના કરિયરમાં આ મહિને ઉતાર-ચઢાવ આવી શકે છે. લવ લાઈફમાં સારા પરિણામો મળી શકે છે. આરોગ્ય સારુ રહેવાની શક્યતા છે. જો કે આર્થિક મોરચે થોડી સાવધાની રાખવી પડશે. અજાણ્યા લોકોને પૈસા ઉધાર આપવાની ભૂલ ન કરવી. ખર્ચ ઉપર નિયંત્રણ રાખવાનો પ્રયત્ન કરો.
કુંભઃ આપને આ મહિને દાંપત્ય જીવનમાં પાર્ટનરનો પૂરતો સહયોગ મળશે. વડીલોનું સંપૂર્ણ સમર્થન મળશે. આવકના સાધનો વધશે. લાંબા સમયથી અટવાયેલા નાણા પાછા મળી શકે છે. ખર્ચ ઉપર નિયંત્રણ રહેશે. જો કે આરોગ્યને અનુલક્ષીને માનસિક શાંતિ માટે સંઘર્ષ કરવો પડી શકે છે.
મીનઃ આપના માટે આ મહિનો મિશ્ર ફળ આપનારો રહેશે. કરિયરના ક્ષેત્રમાં સારા પરિણામો મળશે. નોકરી-વ્યવસાયમાં આગળ વધવાની નવી સંભાવનાઓ મળશે. પ્રવાસથી ફાયદો થશે. વિદેશ જવાના સપના જોતા લોકોને સફળતા મળી શકે છે.
Related Articles
આજે નવરાત્રીનો નવમો દિવસ, શાસ્ત્રોથી જાણો મા સિદ્ધિદાત્રીની કથા અને પૂજાનું મહત્વ
આજે નવરાત્રીનો નવમો દિવસ, શાસ્ત્રોથી જાણ...
Oct 23, 2023
દિલ્હીના જુદાજુદા મંદિરોમાં સિદ્ધિદાત્રી સ્વરૂપના દર્શન માટે ઉમટી ભક્તોની ભીડ
દિલ્હીના જુદાજુદા મંદિરોમાં સિદ્ધિદાત્રી...
Oct 23, 2023
આજે નવરાત્રીનો ચોથો દિવસ, શાસ્ત્રોથી જાણો મા કૂષ્માંડાની કથા અને પૂજાનું મહત્વ
આજે નવરાત્રીનો ચોથો દિવસ, શાસ્ત્રોથી જાણ...
Oct 18, 2023
ગુરુ-શનિ થશે વક્રી, 23 નવેમ્બર સુધી ચાલશે ઊંધી ચાલ, જાણો કઈ રાશિઓને થશે લાભ
ગુરુ-શનિ થશે વક્રી, 23 નવેમ્બર સુધી ચાલશ...
Oct 17, 2023
નવરાત્રિમાં ન કરો ઉપવાસ તો કરી લો આ કામ, મળશે માતાજીની કૃપા
નવરાત્રિમાં ન કરો ઉપવાસ તો કરી લો આ કામ,...
Oct 15, 2023
કર્ક, કન્યા અને કુંભ રાશિના જાતકો માટે 7 દિવસ કષ્ટકારી, શનિ-રાહુ બન્યા છે કારણ
કર્ક, કન્યા અને કુંભ રાશિના જાતકો માટે 7...
Oct 10, 2023
Trending NEWS

02 December, 2023

02 December, 2023

02 December, 2023

02 December, 2023

02 December, 2023

02 December, 2023

02 December, 2023

01 December, 2023

01 December, 2023

01 December, 2023