જાણો શું છે મંકીપોક્સ? કેવી રીતે ફેલાય છે આ બીમારી

May 23, 2022

કોરોના વાયરસ મહામારીના સમયે કેટલાક દેશમાં મંકીપોક્સનો પ્રકોપ શરૂ થયો છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશને ચેતવણી આપી છે કે સારવાર વિનાની અને જીવલેણ બીમારી મંકીપોક્સ ઝડપથી ફેલાઈ શકે છે. કહેવામાં આવી રહ્યું છે કે આ બીમારી એ દેશમાં પણ ફેલાઈ રહી છે જ્યાં તેની શક્યતા ન હતી. સંગઠને આવનારા દિવસોમાં મંકીપોક્સના પ્રસારને ઘટાડવા માટે નવી ગાઈડલાઈન આવી શકે છે. WHOએ કહ્યું કે આ બીમારી ઝડપથી ફેલાઈ રહી છે અને સાથે આવનારા દિવસોમાં તેના કેસ એ દેશમાં વધારે રહેશે જ્યાં કોઈ મહામારી ફેલાતી નથી.

WHOએ બીમારીને લઈને તપાસ શરૂ કરી છે અને સાથે ખ્યાલ આવ્યો છે કે આ બીમારીના વધારે કેસ પુરુષોના યૌન સંબંધ રાખનારા લોકોમાં વધારે મળી રહ્યા છે. તો જાણો મંકીપોક્સ શું છે અને આ બીમારી કેટલી ઘાતક બની શકે છે, કેવી રીતે ફેલાય છે, તેના લક્ષણો શું છે અને તેનાથી કેવી રીતે બચી શકાય છે.

12 દેશોમાં ફેલાઈ ચૂક્યું છે મંકીપોક્સનું સંક્રમણ
નાઈજિરિયાથી ઈંગ્લેન્ડ આવેલા એક વ્યક્તિમાં 7 મેના રોજ મંકીપોક્સના પહેલા કેસની પુષ્ટિ થઈ હતી. WHOએ કહ્યું કે હાલ સુધીમાં આ વાયરસના 92 કેસ આવ્યા છે અને 28 સંદિગ્ધ કેસ મળ્યા છે. આ બીમારી કુલ 12 દેશમાં ફેલાઈ છે.

શું છે મંકીપોક્સ
આ બીમારી ચેચકની જેમ દુર્લભ વાયરલ ઈન્ફેક્શન છે અને તે પહેલીવાર 1958માં જોવા મળી હતી. આ બીમારીનો માનવીય કેસ 1970માં પહેલી વાર જોવા મળ્યો. આ રોગ મુખ્ય રીતે મધ્ય અને પશ્ચિમ આફ્રિકાના ઉષ્ણ કટિબંધીય વિસ્તારોમાં હોય છે. આ વાયરસ પોક્સવિરિડે પરિવારનો છે, તેમાં ચેચક અને તેના વાયરસ પણ સામેલ છે.

શું છે મંકીપોક્સના લક્ષણો
સામાન્ય રીતે આ રોગમાં પણ ફ્લૂ જેવા જ અનેક લક્ષણો જોવા મળે છે. સામાન્ય રીતે 2-4 અઠવાડિયા સુધી તે જોવા મળી શકે છે. લક્ષણો ગંભીર બને તો જીવનું જોખમ વધે છે. હાલમાં તેનો મૃત્યુદર 3-6 ટકાનો છે અને સાથે તેનાથી કેસ વધી રહ્યા છે તો તે 10 ટકાનો થઈ શકે છે.

કયા લક્ષણો દેખાય તો રહેવું એલર્ટ

  • તાવ
  • માથું દુઃખવું
  • માંસપેશીમાં દર્દ
  • પીઠ દર્દ
  • લિમ્ફ નોડ્સમાં સોજો
  • ઠંડી લાગવી
  • થાક લાગવો
  • ત્વચા પર ચેચક જેવા દાણા દેખાવવા

કેવી રીતે ફેલાય છે આ બીમારી
હાલમાં ડેટાથી જે માહિતી મળે છે તેમાં આ બીમારીના લોકોને વધારે ખતરો છે. મંકીપોક્સના કોઈ પણ વ્યક્તિની સાથે નિકટ શારીરિક સંપર્કમાં આવી ચૂકેલાને વધારે મુશ્કેલી થઈ શકે છે. આ બીમારી મહામારીમાં વિકસિત થશે કે નહીં તે જોવાનું રહેશે કેમકે આ વાયરસ સાર્સ સીઓવી-2 જેટલી સરળતાથી ફેલાતી નથી.

મંકીપોક્સની સારવાર અને બચાવ
હાલમાં તેની કોઈ ખાસ સારવાર નથી. આ બીમારી ચેચકની જેમ ફેલાઈ રહી છે તો તેને માટે ઉપયોગમાં લેવાતી રસીની મદદથી મંકીપોક્સથી સુરક્ષા મેળવી શકાય છે. આ માટે કેટલીક રસી વિકસિત કરાય છે જેમાંથી એકને રોગને રોકવા માટે સારી માનવામાં આવે છે. WHOના અનુસાર ચેચકની સારવાર માટે વિકસિત એક એન્ટીવાયલ એજન્ટને પણ મંકીપોક્સની સારવારનું લાયસન્સ આપવામાં આવ્યું છે.