દિગ્ગજ અભિનેતા સમીર ખખ્ખરનું 70 વર્ષની વયે નિધન

March 15, 2023

ફિલ્મ જગતના ખ્યાતનામ કલાકાર, ગુજરાતી રંગભૂમિ, ટી.વી. સીરિયલ અને ફિલ્મ જગતના ખ્યાતનામ કલાકાર સમીર ખખ્ખરનું દુઃખદ અવસાન થયું છે.સમીર ખખ્ખરને શ્વાસ લેવામાં તકલીફ અને અન્ય તબીબી સમસ્યાઓ હતી. ગઈકાલે બપોરે તેમને શ્વાસ લેવામાં તકલીફ થવા લાગી હતી. આ પછી સમીરને બોરીવલીની એમએમ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં રાતે 10 વાગ્યે અંતિમ શ્વાસ લીધા હતા. 10 વાગ્યે મુંબઈમાં બોરીવલી સ્મશાનમાં દિગ્ગજ અભિનેતા સમીર ખખ્ખરના અંતિમ સંસ્કાર કરવામાં આવશે. સમીર 90ના દાયકામાં ફિલ્મોમાં જાણીતો ચહેરો હતો અને તે 'પુષ્પક', 'શહેનશાહ', 'રખવાલા', 'દિલવાલે', 'રાજા બાબુ' જેવી ઘણી ફિલ્મોમાં જોવા મળ્યો હતો. વર્ષ 1996માં ભારત છોડીને અમેરિકામાં રહેવા લાગ્યા હતા. હાલમાં રિલીઝ થયેલી શાહિદ કપૂર સાથે 'ફર્ઝી'માં પણ જોવા મળ્યા હતા. વર્ષ 1996માં ભારત છોડીને અમેરિકામાં રહેવા લાગ્યા.