અદાણી જૂથના ધારાવી રિડેવલપમેન્ટ પ્રોજેક્ટને લોકલ બોડીએ લીલીઝંડી આપી

August 05, 2024

એશિયાની સૌથી મોટી ઝૂંપડપટ્ટી એવા ધારાવી અને તેની આસપાસના નિવાસીઓ માટે નવા રચાયેલા સંઘે રાજ્ય સરકારની આગેવાનમાં ચાલતા વસતીઓના સર્વેક્ષણને પોતાનું સમર્થન આપ્યું છે. આનાથી એશિયાની સૌથી મોટી ઝૂંપડપટ્ટીના પુનર્વસનને પ્રોત્સાહન મળશે. અદાણી જૂથે ત્રણ અબજ ડોલરના ધારાવી રિડેવલપમેન્ટ પ્રોજેક્ટ પર કામ કરી રહ્યું છે. જૂથનો દાવો છે કે આ પ્રોજેક્ટથી 10 લાખથી વધુ નિવાસીઓના જીવનમાં પરિવર્તન આવશે.

ધારાવી નિવાસીઓના નાગરિક અને સમાજ વિકાસ કલ્યાણ નિગમે 30 જુલાઈએ મહારાષ્ટ્ર સરકારની ધારાવી પુન:વિકાસ પ્રોજેક્ટના કાર્યપાલક ઈજનેરે લેખેલા પત્રમાં કહ્યું કે, અમે અપીલ કરીએ છીએ કે સર્વેક્ષણ જલ્દી કરાવાય. જેથી પુન:વિકાસ કાર્ય વિના વિલંબે આગળ વધી શકે.