ચીનમાં ફરી લોકડાઉન: એક જ દિવસમાં કોરોનાના 30 હજાર નવા કેસ
November 24, 2022

નવી દિલ્હી : ચીનમાં કોરોના વાયરસના કેસો ફરી વધી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે અને આ દેશમાં કોવિડના રોજના નોંધાતા કેસ હવે મહામારીની શરૂઆત પછીના ઉચ્ચતમ સ્તરે પહોંચી ગયા છે. સત્તાવાર આંકડાઓ પ્રમાણે દેશમાં એક જ દિવસમાં 30 હજારથી વધુ નવા કેસ નોંધાયા છે. વધતા જતા કેસોને જોતા ચીનમાં ફરીથી ઘણા નિયંત્રણો લાદવામાં આવી રહ્યા છે. બીજી તરફ ઝોંગઝોઉમાં લોકડાઉન અને પગાર વિવાદ સહિતના ઘણા કડક કોવિડ નિયમોને લઈને ભારે નારાજગી હતી અને કર્મચારીઓ અને પોલીસકર્મીઓ વચ્ચે ઘર્ષણ થયું હતું.
નેશનલ હેલ્થ બ્યુરોએ જણાવ્યું હતું કે, ચીનમાં બુધવારે 31,454 કેસ નોંધાયા હતા જેમાંથી 27,517 કોઈ લક્ષણો વગરના હતા. ચીનની 1.4 બિલિયનની વિશાળ વસ્તીની સરખામણીમાં કેસની સંખ્યા પ્રમાણમાં ઓછી હોવા છતાં બેઈજિંગની કડક શૂન્ય-કોવિડ નીતિ હેઠળ કેસો નોંધાતા આખા શહેરોને સીલ કરી શકાય છે અને કોરોના સંક્રમિત લોકોને ખૂબ જ સખ્ત ક્વોરોન્ટાઈનમાં રાખી શકાય છે.
ચીનમાં એક બાદ એક પ્રતિબંધો અને કડક દિશાનિર્દેશોએ લોકોને થકાવી દીધા છે અને ગુસ્સે કર્યા છે કારણ કે, કોરોના કેસ ત્રીજા વર્ષમાં પ્રવેશી રહ્યો છે. સતત પ્રતિબંધોએ છૂટાછવાયા વિરોધને વેગ આપ્યો છે અને વિશ્વની બીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા ધરાવતા દેશમાં ઉત્પાદકતાના સ્તરને અસર કરી છે.
હવે બુધવારે નોંધાયેલા દૈનિક 31,454 કેસ એપ્રિલના મધ્યમાં નોંધાયેલા 29,390 કરતા ઘણા વધારે છે જ્યારે મેગા-સિટી શાંઘાઈ સખત લોકડાઉનલગાવૂ દેવામાં આવ્યું હતું. આ દરમિયાન સ્થાનિક લોકોને ખાવાનું ખરીદવા અને મેડિકલ સુવિધા પ્રાપ્ત કરવા માટે સંઘર્ષ કરવો પડી રહ્યો હતો.
Related Articles
એપલે વિશ્વનું સૌથી પાતળું 15 ઇંચનું લેપટોપ લોન્ચ કર્યું:ભારતમાં કિંમત 1.54 લાખ
એપલે વિશ્વનું સૌથી પાતળું 15 ઇંચનું લેપટ...
Jun 06, 2023
જનરલ ઇલેક્ટ્રિકને ભારતમાં ફાઇટર જેટ એન્જિન બનાવવા અમેરિકાએ મંજૂરી આપી
જનરલ ઇલેક્ટ્રિકને ભારતમાં ફાઇટર જેટ એન્જ...
Jun 06, 2023
સુરીનામના રાષ્ટ્રપતિએ દ્રૌપદી મુર્મુને સર્વોચ્ચ નાગરિક પુરસ્કારથી સન્માનિત કર્યા
સુરીનામના રાષ્ટ્રપતિએ દ્રૌપદી મુર્મુને સ...
Jun 06, 2023
અમેરિકામાં મૂળ ભારતીય નિક્કી હેલીનું વિવાદિત નિવેદન : કહ્યું ભારત સૌથી વધુ પ્રદૂષણ ફેલાવે છે
અમેરિકામાં મૂળ ભારતીય નિક્કી હેલીનું વિવ...
Jun 06, 2023
અત્ચંત ચોંકાવનારી ઘટના, લગભગ 80 વિદ્યાર્થીનીઓને અપાયું ઝેર
અત્ચંત ચોંકાવનારી ઘટના, લગભગ 80 વિદ્યાર્...
Jun 06, 2023
અમેરિકામાં સ્પેન્સરમાં વીજળી પડતાં 160 વર્ષ જૂનું ચર્ચ બળીને ખાક
અમેરિકામાં સ્પેન્સરમાં વીજળી પડતાં 160 વ...
Jun 05, 2023
Trending NEWS

06 June, 2023

06 June, 2023

06 June, 2023

06 June, 2023

06 June, 2023

06 June, 2023

06 June, 2023

05 June, 2023

05 June, 2023

05 June, 2023