લોકડાઉનનાં કારણે ભારતીય અર્થતંત્રને થયું ભારે નુકસાન, 2021-22માં અર્થવ્યવસ્થા સુધરવાની આશા: મૂડીઝ

May 22, 2020

નવી દિલ્હી, : રોના વાયરસના કારણે દેશભરમાં ચાલી રહેલ લૉકડાઉનની અસર ભારતીય અર્થવ્યવસ્થા પર પડી છે. ઈકોનૉમીને મોટુ નુકશાન થયુ છે. વળી, રેટિંગ એજન્સી મૂડીઝે જણાવ્યુ કે ભારતીય અર્થવ્યવસ્થામાં ક્યારથી સુધારો થશે. 

મૂડીઝ ઈન્વેસ્ટર્સ સર્વિસે પોતાના લેટેસ્ટ રિપોર્ટમાં અનુમાન લગાવ્યુ કે નાણાકીય વર્ષ 2020-21માં ભારતીય અર્થવ્યવસ્થામાં ઘટાડો આવી શકે છે.

મૂડીઝના રિપોર્ટમાં લૉકડાઉનના કારણે ભારતીય અર્થવ્યવસ્થામાં ખપત ઓછી હોવા અને વેપાર બંધ હોવાના કારણે ઘરેલુ અર્થવ્યવસ્થામાં ઘટાડો આવવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.

રિપોર્ટ મુજબ કોરોના અને લૉકડાઉન પહેલા પણ ભારતીય અર્થવ્યવસ્થાનો  વિકાસ દર ધીમો હતો જેને કોરોનાએ વધુ ઘટાડી દીધો. ભારતીય અર્થવ્યવસ્થા 6 વર્ષોના સૌથી નીચા સ્તરે પહોંચી ગકઈ હતી.

રિપોર્ટમાં સરકારના આર્થિક પેકેજ વિશે પણ વાત કહેવામાં આવી છે. મૂડીઝના જણાવ્યા મુજબ ભારત સરકારે ઈકોનૉમીને બૂસ્ટ કરવા માટે આર્થિક પ્રોત્સાહન પેકેજની ઘોષણા કરી પરંતુ નાણાંકીય વર્ષ 2020-21માં ભારતની ઈકોનૉમીમાં વાસ્તવિક ઘટાડો આવશે.

 તમને જણાવી દઈએ કે આ પહેલા મૂડીઝે ભારતની જીડીપી શૂન્ય રેહવાની સંભાવના વ્યક્ત કરી હતી. વળી, સુધારની સ્થિતિ વિશે પણ રિપોર્ટમાં માહિતી આપવામાં આવી છે. મૂડીઝે કહ્યુ કે નાણાકીય વર્ષ 2021-21માં ભારતીય અર્થવ્યવસ્થામાં સુધારો આવવાની આશા છે. 

પોતાના રિપોર્ટમાં મૂડીઝે કહ્યુ છે કે લૉકડાઉનને માત્ર ખાનગી સેક્ટરને જ નહિ પરંતુ સાર્વજનિક સેક્ટરને પણ પ્રભાવિત કરશે. ભારતના અસંગઠિત સેક્ટર સામે સંકટની સ્થિતિ બની ગઈ છે.

વેપાર ઠપ્પ હોવાના કારણે ખતરો મંડરાઈ રહ્યો છે. લાખોની સંખ્યામાં છટણી થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. દેશમાં બેરોજગારી વધવાનું જોખમ વધી રહ્યું છે.