લોકડાઉન. 4માં અમદાવાદ શહેર બે ભાગોમાં વહેંચાયું

May 19, 2020

અમદાવાદના કોટ વિસ્તાર અને પૂર્વના કેટલાંક વોર્ડમાં કોરોના વાઇરસના કેસોનું સંક્રમણ વધારે હોવાથી ૧૦ વોર્ડને કન્ટેનમેન્ટ વોર્ડ એટલે કે, રેડ ઝોન જાહેર કરાયેલા છે. આ રેડ ઝોનમાં આવતા ૧૦ વોર્ડ સહિત પૂર્વ વિસ્તારના ૨૦ વોર્ડ મળી કુલ ૩૦ વોર્ડમાં લોકડાઉનમાં કોઇ રાહત મળશે નહીં. અંદાજે અમદાવાદ શહેરના ભૌગોલિક રીતે ૨૧૫ ચો.કિ.મી. વિસ્તાર ઉપર લોકડાઉન યથાવત રહેશે જ્યારે પશ્ચિમ વિસ્તારના ૧૮ વોર્ડને લોકડાઉનમાં રાહત મળશે. અહીં અંદાજે ૨૪૯ ચો.કિ.મી. વિસ્તારમાં રોજગાર-ધંધા ખુલી શકશે. રેડ ઝોનમાં આવતા વિસ્તારમાંથી કોઇપણ વ્યક્તિને વોર્ડની બહાર જવા મળશે નહીં. તેઓની દુકાન કે ધંધો પશ્ચિમ વિસ્તારમાં હશે તો પણ તેઓ જઇ શકશે નહીં. રેડ ઝોનમાં પૂર્વના અન્ય વોર્ડને ઉમેરો કરવામાં આવે તેવી સંભાવના છે. પશ્ચિમ વિસ્તારમાં કેટલાંક પોકેટ ક્લસ્ટર ક્વોરોન્ટાઇન જાહેર થઇ શકે છે.

 

- આંબાવાડીના ગુલબાઇ ટેકરાના ક્લસ્ટર કન્ટેનમેન્ટ વિસ્તારમાં પ્રતિબંધ લાગુ

અમદાવાદ : શહેરના પૂર્વ વિસ્તારના આંબાવાડી વિસ્તારના ગુલબાઇ ટેકરાના સ્લમ પોકેટમાં જ્યાં કોરોના કેસો દેખાયા હતા પછી તેને કલસ્ટર કન્ટેનમેન્ટ વિસ્તાર જાહેર કર્યો હતો તે પોકેટને લોકડાઉનમાં છુટછાટનો કોઇ લાભ મળશે નહીં. આ પોકેટમાં કન્ટેનમેન્ટ વિસ્તારના નિયમો લાગૂ પડશે. પશ્ચિમ વિસ્તારમાં આ એકમાત્ર પોકેટ છે. જ્યાં લોકડાઉન રહેશે.

શહેરના આ ૧૦ વોર્ડ રેડ ઝોન
વોર્ડનું નામ     ક્ષેત્રફળ         વસ્તી
ચો.કિ.મી.       (લાખ )
અસારવા       ૨.૪૪                  ૧.૨૨
દરિયાપુર      ૧.૬૨                  ૧.૧૭
જમાલપુર      ૨.૮૧             ૧.૨૫
ખાડિયા         ૩.૩૨                  ૧.૧૫
શાહપુર         ૩.૭૭             ૧.૧૫
ગોમતીપુર      ૩.૨૬                  ૧.૨૭
સરસપુર-રખિયાલ      ૩.૬    ૧.૧૬
બહેરામપુરા     ૧૦.૨૧                 ૧.૨૬
દાણીલીમડા    ૩.૫૪             ૧.૨૦
મણિનગર      ૪.૫૪                  ૧.૨૩