યૂકેના ઓલ્ડહામ માન્ચેસ્ટરમાં ભગવાન સ્વામિનારાયણની ભવ્ય નગરયાત્રા

August 06, 2022

અમદાવાદ: સ્વામિનારાયણ સંપ્રદાયના મંદિરો વિશ્વભરમાં પથરાયેલા છે. ત્યારે યુકેમાં વધુ એક ભવ્યાતિભવ્ય સ્વામિનારાયણ મંદિર બનાવવામાં આવ્યું છે. યૂકેના ઓલ્ડહામ માન્ચેસ્ટરમાં બનેલ SSMO નૂતન મંદિર મહોત્સવ નગરયાત્રા કાઢવામાં આવી હતી. જેમાં યુકેમાં રહેતી ગુજરાતી બહેનોએ ગરબાની રમઝટ બોલાવી હતી. એટલું જ નહીં, ગુજરાતીઓએ દાંડિયા સહિતની સંસ્કૃતિની ઝાંખી કરાવી હતી. 

નગરયાત્રામાં એક ટેબ્લોએ તમામનું ધ્યાન આકર્ષિત કર્યું હતું. આ ટેબ્લોમાં ભગવાન રામજ્યારે વનમાં ગયા ત્યારે તેઓ પંચવટીમાં પોતાની ઝૂંપડી બાંધીને રહ્યા હતા. અહીં ટેબ્લોમાં એક ઝુંપડી બનાવીને રામ, લક્ષ્મણ અને સીતા ત્રણેયના પ્રતિકૃતિ દર્શાવવામાં આવી હતી. એટલું જ નહીં, નગરયાત્રામાં વિવિધ પોશાકમાં બહેનો આગવી શૈલીમાં ડાન્સ કર્યો હતો. વિદેશમાં વસતા ગુજરાતી પુરુષોએ પણ માથે વાદળી પાઘડી બાંધીને નગરયાત્રામાં ભાગ લીધો હતો. બાળકોએ પણ ત્યાંના પોશાકમાં પેરેડ કરીને તમામનું ધ્યાન ખેંચ્યું હતું. અહીં નગરયાત્રામાં ભગવાન સ્વામિનારાયણનો રથ તૈયાર કરવામાં આવ્યો હતો.