આગની જ્વાળાઓમાં લપેટાયુ લોસ એન્જલસ, મોત વધીને 16

January 13, 2025

અમેરિકાના કેલિફોર્નિયામાં આગ કહેર વર્તાવી રહી છે. લોસ એન્જલસના જંગલોમાં લાગેલી આગ હજી પણ ઓલવાઇ નથી. આ મામલે કેલિફોર્નિયાના ગવર્નરે કહ્યું કે આ ઇતિહાસની સૌથી મોટી આગ છે. આ આગમાં અમેરિકાને અબજો ડોલરનું નુકસાન થયું છે. આગ એટલી ઝડપી વધી રહી છે કે છેક રહેણાંક વિસ્તારો પણ આગની ચપેટમાં આવી ગયા છે. પરિણામે 1 લાખથી વધુ લોકોને પોતાના ઘર છોડવા મજબૂર બન્યા છે. જ્યારે હજારોની સંખ્યામાં ઘર બળીને ખાખ થઇ ગયા છે.

મળતી માહિતી મુજબ જ્યારે ઘણા ફિલ્મ સ્ટાર્સ અને રાજકારણીઓના ઘર પણ બળીને રાખ થઈ ગયા હોવાની માહિતી છે. આગને કારણે 16 લોકોના મોત પણ થયા હોવાનું સામે આવ્યું છે અને ઘણા લોકો ગુમ થયાની આશંકા છે. આગ એટલી વિકરાળ છે કે આગની ઝપેટમાં 56 હજાર એકરથી વધુ જમીન આવી ગઇ છે. અધિકારીઓને ડર છે કે જો આ આગ જલ્દીથી ઓલવવામાં નહીં આવે તો મોટી દુર્ઘટના સર્જાઈ શકે છે.