નસીબનું પાંદડું ઘડપણમાં ફર્યુ, પંજાબના 88 વર્ષીય મહંત દ્વારકા દાસને 5 કરોડ લોટરી લાગી

January 22, 2023

પંજાબના 88 વર્ષીય મહંત દ્વારકા દાસનું ઘડપણમાં ખુલ્યુ, દ્વારકાધીશની કૃપા વરસી
પંજાબ- પંજાબના એક નાના ગામમાં 88 વર્ષીય મહંત દ્વારકાના નસીબનું પાંદડું ઘડપણમાં ફર્યુ. અને 88 વર્ષે 5 કરોડ લોટરી લાગતા રાજીના રેડ થઈ ગયા છે. લોટરીએ તમને ન્યાલ કરી દીધા છે. પંજાબના ડેરા બસ્સી પાસેના ત્રિવેદી કેમ્પ ગામમાં રહેતા 88 વર્ષીય મહંત દ્વારકા દાસના કિસ્સામાં આ કહેવત સાચી પડી છે. આખી જિંદગી મહેનત-મજૂરી કરીને પરિવારનું ભેટ ભરનાર દ્વારકાદાસ પર ઘડપણમાં ભગવાન દ્વારકાધીશની કૃપા ઉતરી છે. 


પંજાબના ડેરા બસ્સી પાસેના ત્રિવેદી કેમ્પ ગામમાં રહેતા 88 વર્ષીય મહંત દ્વારકા દાસને 5 કરોડની લોટરી લાગી છે. મહંત દ્વારકા દાસના નસીબનું પાંદડુ ખસી ગયું, આપણે ઘણીવાર કોઈને કહેતા હોઈએ છીએ કે શુ તારે કોઈ લોટરી લાગી છે તો આટલો આવા ખર્ચા કરે છે. એક માહિતી મુજબ ગામના એક મંદિરના મહંત એવા વૃદ્ધ દ્વારકાદાસે થોડા દિવસ અગાઉ ઝીરકપુરથી લોટરીની ટિકિટ ખરીદતાની સાથે જ અહી તેમના નસીબે આડેથી પાંદડું હટી ગયું. અને મહત્વની વાત તો એ છે કે લોટરીની ટિકિટમાં લાગેલનો નંબર ખુલતા તેમને 5 કરોડનું ઈનામ મળ્યું હતું.