બરફ વચ્ચે ફસાયુ વૈભવી ક્રૂઝ શિપ, બહાર કાઢવાના પ્રયત્નો નિષ્ફળ, 206 લોકોના જીવ ખતરામાં

September 15, 2023

ગ્રીનલેન્ડ- ગ્રીનલેન્ડ નજીક દરિયામાં ફસાયેલા એક જહાજમાં સવાર 206 લોકોના જીવ ખતરામાં છે. આ જહાજને બહાર કાઢવા માટે અત્યાર સુધી થયેલા પ્રયત્નો નિષ્ફળ થયા છે.  એમવી ઓશિયન એક્સ્પ્લોરર નામનુ આ ક્રૂઝ જહાજ બહામા ટાપુના નામે રજિસ્ટર થયેલુ છે. ક્રૂઝ જહાજ સોમવારે આર્કટિક સર્કલ પર નોર્થ ઈસ્ટ ગ્રીનલેન્ડ નેશનલ પાર્ક તરીકે ઓળખાતા દરિયાઈ વિસ્તારમાં બરફ વચ્ચે ફસાયેલુ છે. અહીંનો 80 ટકા હિસ્સો બારે મહિના બરફ હેઠળ ઢંકાયેલો રહે છે.


જહાજને બહાર કાઢવા માટે અત્યાર સુધી ત્રણ પ્રયત્નો થઈ ચુકયા છે પણ એક પણ પ્રયત્નમાં જહાજને કાઢવામાં સફળતા મળી નથી. જહાજ બહાર કાઢવા માટેના અભિયાનને કો ઓર્ડિનેટ કરી રહેલી સંસ્થાનુ કહેવુ છે કે, કમનસીબે એક પણ પ્રયત્ન સફળ થઈ શક્યો નથી. ક્રૂઝ જહાજનુ સંચાલન ઓસ્ટ્રેલિયા સ્થિત કંપની કરે છે. તેના પર ફસાયેલા મુસાફરોમાં ઓસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડ, દક્ષિણ કોરિયા, યુનાઈટેડ કિંગડમ, અ્મેરિકાના નારગિકોનો સમાવેશ થાય છે. જોકે મુસાફરોને વિશ્વાસ છે કે, ગમે ત્યારે જહાજને બહાર કાઢી લેવાશે અને તેના કારણે તેઓ નચિંત છે. તેમનુ કહેવુ છે કે, સ્થિતિ નિરાશાજનક છે પણ અમે દુનિયાના એક ખૂબસુરત વિસ્તારમાં ફસાયેલા છે.