નાગેશ કુકુનૂરની વેબ સીરિઝમાં માધુરી સિરિયલ કિલર બનશે

August 06, 2024

મુંબઇ : માધુરી દીક્ષિત 'મિસિસ દેશપાંડે' ટાઈટલ ધરાવતી વેબ સીરિઝમાં સિરિયલ કિલરના રોલમાં દેખાશે. જાણીતા દિગ્દર્શક નાગેશ કુકુનૂર આ  વેબ સીરિઝ બનાવી રહ્યા છે. આ સીરિઝની વાર્તા એવી છે કે પોલીસ એક સિરિયલ કિલરને પકડવા માટે બીજા સિરિયલ કિલરને હાયર કરે છે. મૂળ ફ્રાંસની જ એક સીરિઝનું આ એડેપ્શન હોવાનું મનાય છે.  જોકે, નાગેશ કુકુનૂરે આ સીરિઝના કાસ્ટિંગ કે રીલિઝ ડેટ વિશે કોઈ સત્તાવાર જાહેરાત કરી નથી. પરંતુ એમ માનવામાં આવે છે કે તે બહુ ટૂંક સમયમાં શૂટિંગ શરુ કરી દેશે. માધુરી આ પહેલાં 'ફેમ ગેમ' વેબ  સીરિઝથી ઓટીટી પર સફળતા મેળવી ચૂકી છે.