Breaking News :
ગુજરાતમાં કોરોના. અમદાવાદમાં સૌથી વધુ મોત સાથે રાજ્યમાં 1540 કેસ રશિયા-જર્મનીમાં 24 કલાકમાં સૌથી વધારે મોત; બ્રિટનમાં 2 લાખ કરોડ રૂપિયાનો ટેસ્ટ એન્ડ ટ્રેસ પ્રોગ્રામ ફેઈલ કેન્દ્રની કોરોના અંગે નવી ગાઈડલાઈન:રાજ્યો તેમની પરિસ્થિતિને ધ્યાનમાં રાખી સંક્રમણ અટકાવવા નિયંત્રણો લાદવા નિર્ણય લઈ શકે છે હિમાચલમાં હિમવર્ષાને લીધે અટલ ટનલ બંધ; રાજસ્થાન, મધ્યપ્રદેશ સહિત અનેક રાજ્યોમાં કોલ્ડવેવની શક્યતા અમદાવાદ : કોરોના ટ્રાયલ વેક્સિન થ્રિ લેયર સિક્યુરિટી, આવતી કાલ સવારે 10 વાગ્યાથી શરૂ થશે પરિક્ષણ છોટા ઉદેપુર જિલ્લાના કોસિન્દ્રા ખાતે માત્ર 2 કોરોના પોઝિટિવ કેસ છતા આખું ગામ જડબેસલાખ બંધ

મહારાષ્ટ્રના ઉપમુખ્યમંત્રી અજીત પવારને કોરોના થયો

October 26, 2020

નવી દિલ્હી : કોરોનાના આંકડા સતત ઘટી રહ્યા છે. રવિવારે 45 હજાર 65 નવા કેસ નોંધાયા, જે 96 દિવસમાં સૌથી ઓછા કેસ છે. આનાથી ઓછા 39 હજાર 170 કેસ 21 જુલાઈએ નોંધાયા હતા. આ પ્રકારે મોતનો આંકડો પણ છેલ્લા 24 કલાકમાં 460 રહ્યો છે, જે છેલ્લા 106 દિવસમાં સૌથી ઓછો છે. આ પહેલાં 5 જુલાઈએ 421 કેસ નોંધાયા હતા.

રવિવારે 58 હજાર 180 દર્દી સાજા થયા. આનાથી એક્ટિવ કેસ, એટલે કે સારવાર કરાવી રહેલા દર્દીઓની સંખ્યામાં 13 હજાર 583નો ઘટાડો થયો. હવે કુલ 6.54 લાખ દર્દીની સારવાર ચાલી રહી છે. અત્યારસુધીમાં 79.9 લાખ કેસ નોંધાઈ ચૂક્યા છે, જેમાંથી 71.33 લાખ દર્દી સાજા થઈ ચૂક્યા છે, જ્યારે 1.19 લાખ સંક્રમિતોનાં મોત થયાં છે.

મહારાષ્ટ્રના ઉપમુખ્યમંત્રી અજીત પવારનો કોરોના રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે. તેમને મુંબઈના બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તેમણે ટ્વિટ કરીને આ અંગેની માહિતી આપી છે. ચાર દિવસ પહેલા પણ મીડિયા રિપોર્ટ્સમાં તેમના પોઝિટીવ હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી હતી. ત્યારે તે હોમ આઈસોલેશનમાં હતા.
રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાના ગવર્નર શક્તિકાંત દાસ કોરોના પોઝિટિવ થયા છે. તેમણે ટ્વીટ કરીને આ અંગેની માહિતી આપી હતી
છેલ્લા પાંચ દિવસમાં રિકવરી રેટમાં 2%નો વધારો થયો છે. 19 ઓક્ટોબરે 87% રિકવરી રેટ હતો, જે હવે 89.74% થઈ ગયો છે.
16 રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશમાં એક્ટિવ કેસ પાંચ હજારથી ઘટી ગયા છે. સૌથી ઓછા દાદરા નગર હવેલીમાં 51, મિઝોરમમાં 175, આંદામાન-નિકોબારમાં 204, સિક્કિમમાં 242 દર્દીની સારવાર ચાલી રહી છે. આ ઉપરાંત ઉત્તરાખંડ, પંજાબ, મણિપુર, પુડ્ડુચેરી, ગોવા, હિમાચલ પ્રદેશ, અરુણાચલ પ્રદેશ, ત્રિપુરા, નાગાલેન્ડ, મેઘાલય, લદાખ અને ચંદીગઢમાં પણ એક્ટિવ કેસની સંખ્યા ઓછી છે.
ભારત બાયોટેકને વેક્સિનના મોટા સ્તરે ટ્રાયલ કરવાની મંજૂરી મળી ગઈ છે. ફર્મે 12થી 14 રાજ્યના 20 હજાર વોલન્ટિયર્સ પર ટ્રાયલની તૈયારીઓ શરૂ કરી દીધી છે.