મહારાષ્ટ્રનાં ખેડુતો અંબાણી અને અદાણીનાં તમામ ઉત્પાદનોનો કરશે બહિષ્કાર

January 25, 2021

મુંબઇ- ખેડુત મહાસભાનાં નેતૃત્વમાં મુંબઇનાં આઝાદ મેદાનમાં થઇ રહેલા ખેડુત આદોલનનાં નેતા અશોક ઢવલેએ કેન્દ્ર સરકારને નિશાન બનાવીને આકરા શાબ્દિક પ્રહારો કર્યા, તેમણે કહ્યું કે કેન્દ્ર સરકાર અદાણી અને અંબાણીને ફાયદા પહોંચાડવા માટે આ ત્રણ કૃષિ કાયદા લાવી છે, પરંતું દેશનો ખેડુત આવું થવા નહીં દે. 


તેમણે મહારાષ્ટ્રનાં ખેડુતોને અપીલ કરી કે તે અંબાણી અને અદાણીની કંપનીઓ દ્વારા બનાવવામાં આવેલા તમામ ઉત્પાદનોનો બહિષ્કાર કરે, જેથી તેમને ખેડુતોની એકતાનો પરચો મળે, અને સરકાર પણ આ ત્રણેય ખેડુત વિરોધી કાયદા રદ્દ કરવા માટે મજબુર થઇ જાય.


મુંબઇ પોલીસની સાથે મુંબઇની મેટ્રો સિનેમાની પાસે એક કલાકથી પણ વધુ સમય સુંધી ચાલેલી શાબ્દિક રકઝક બાદ ખેડુત નેતાઓએ રાજ્યપાલ ભગત સિંહ કોશ્યારીને આપવાનું હતું, તે નિવેદન મહાવિકાસ અઘાડીનાં નેતાઓની હાજરીમાં ફાડી નાખ્યું, ખેડુત નેતાઓનું કહેવું છે કે તે હવે રાજ્યપાલ સાથે મુલાકાત નહી કરે, બધુ જાણવા છતાં કોશ્યારી ગોવા મજા કરવા જતા રહ્યા છે, હવે તે સીધા રાષ્ટ્રપતિને જ નિવેદન આપશે.