ઓન્ટેરિયોમાં મોટી ઉંમરના લોકો જ કોવિડ વિશેની અફવા ફેલાવવામાં માહિર

April 05, 2021

  • ૬૦થી ૬૪ વર્ષના લોકોનો સરવે કરાયો, ખોટી અફવાથી વેકસીનેશનને અસર

ટોરોન્ટો :  તાજેતરમાં હાથ ધરાયેલા એક અભ્યાસમાં જણાયું હતું કે, સોશિયલ મિડીયા પર કોવિડ-૧૯ વિશેની ખોટી જાણકારી આપનારી પોસ્ટ મુકનારાઓ મોટાભાગે પપ થી ૬૪ વર્ષના વયજુથના લોકો હોય છે. ઓન્ટેરિયો મેડીકલ એસોસિયેશન (ઓએમએ) દ્બારા બુધવારે પ્રકાશિત એક અભ્યાસમાં જાણવા મળ્યું હતું કે, ઓન લાઈન રહેનારા ઓન્ટેરિયોઓના ટકા લોકો કોવિડ-૧૯ વિશેની ખોટી માહિતીઓ મુકતા હોય છે અને એમાં પણ મોટી ઉંમરના યુઝર્સ વધુ હોય છે. અભ્યાસમાં જાણવા મળ્યું હતું કે, મોટી ઉંમરના લોકોમાં પુરૂષો અને મહિલાઓ એક સરખો રસ આવી પ્રવૃત્તિમાં ધરાવે છે લોકો સરકારી બેબસાઈટ અને પોલીટીકલ બ્લોગ્સને ટાંકીને અફવાઓ કે ગેરમાર્ગે દોરનારી જાણકારીઓ પોસ્ટ કરતા હોય છે. અભ્યાસ એડવાન્સ સિમ્બોલિકસ આઈએનસીએ આર્ટીફિશીયલ ઈન્ટેલિજન્સ ટેકનોલોજીના ઉપયોગથી ર૪મી માર્ચ, ર૦ર૦થી ર૪મી માર્ચ ર૦ર૧ દરમિયાનની ટવીટર પોસ્ટ ઉપર કરવામાં આવ્યો હતો. જેમાં મોટાભાગના યુઝર્સ પૂર્વીય ઓન્ટારીયન્સ હતા.

જેમાં ઓટાવા અને એની આસપાસના વિસ્તારના લોકો પણ હતા. એસોસિયેશનના પ્રમુખ ડો.સામન્થા હિલે કહયું હતું કે, આવી ખોટી જાણકારી લોકો સુધી પહોંચાડવાનું કામ ખાસ જુથના લોકો કરતા હતા, વાત જાહેર થવી જરૂરી છેકેમ કે, ખોટી માહિતીને કારણે લોકો વેકસીન લેવાનો ઈન્કાર કરે છે અને મહામારીને અટકાવવાના પ્રયાસો નબળા પડે છે. સેન્ટર ફોર કાઉન્ટરીંગ ડીજિટલ હેટ (સીસીડીએચ)ના સ્થાપક ઈમરાન અહેમદે કહયું હતું કે, રીતે કોવિડ-૧૯ વિશેની ગેરમાર્ગે દોરનારી જાણકારીના પ્રસારમાં ફેસબુક, ટવીટર, યુટયુબ અને ઈન્સ્ટાગ્રામની ભુમિકા સુપર સ્પ્રેડર જેવી રહી છેકેમ કે, તેમણે આવા યુઝર્સને મોકળું મેદાન આપી દીધું હતું.