મેકર્સને બચ્ચન પાંડે ઓટીટી પર રિલીઝ કરવા 175 કરોડની ઓફર હતી

January 25, 2022

અક્ષયકુમારની અપકમિંગ ફિલ્મ બચ્ચન પાંડે 18 માર્ચે હોળીના તહેવાર પર થિયેટરમાં રિલીઝ થવાની છે. હવે એવી વાત સામે આવી રહી છે કે આ ફિલ્મ ડિજિટલ પ્લેટફોર્મ પર જ રિલીઝ થવાની હતી અને મસમોટી રકમમાં ડીલ ફાઇનલ પણ થઇ ગઇ હતી જોકે પછી ફિલ્મના પ્રોડયૂસર સાજિદ નડિયાદવાલાએ ફિલ્મને થિયેટર્સમાં રિલીઝ કરવાનો નિર્ણય લીધો છે. રિપોર્ટ પ્રમાણે ડિજિટલ પ્લેટફોર્મે મેકર્સને બચ્ચન પાંડે માટે 175 કરોડની ઓફર કરી હતી. મેકર્સ તૈયાર પણ થઇ ગયા હતા. અક્ષયકુમારની લક્ષ્મી તથા અતરંગી રે ડિજિટલ પ્લેટફોર્મ પર રિલીઝ થઇ ચૂકી છે. આ ફિલ્મ્સને સારા વ્યૂઝ મળ્યા હતા. સૂત્રોના જણાવ્યા પ્રમાણે ડીલ લગભગ પૂરી થઇ ગઇ હતી પરંતુ સાજિદે પોતાના પ્રાઇવેટ થિયેટરમાં ફિલ્મનો પ્રોમો જોયો તો તેમને લાગ્યું કે જો આ ફિલ્મ થિયેટરમાં રિલીઝ ના થઇ તો આ ફિલ્મ સાથે અન્યાય થશે.