મનોજ બાજપાયીએ પોસ્ટ શેર કરી આ રહા હૈ મુંબઇ કા કિંગ ભીખુ મ્હાત્રે

November 28, 2022

મુંબઇ : રામ ગોપાલ વર્માની ફિલ્મ સત્યાથી મનોજ બાજપાયીએ ઇન્ડસ્ટ્રીમાં પોતાની ઓળખ બનાવી હતી. આ ફિલ્મમમાં તેણેભીખુ મ્હાત્રેનો રોલ ભજવ્યો હતો જે યાદગાર બની ગયો છે. હવે મનોજ બાજાયીએ ભીખુ મ્હાત્રે પાછો ફરી રહ્યાની જાણકારી આપી છે. મનોજ બાજપાયીએ સત્યાના ફેમસ બેકગ્રાઉન્ડ સ્કોરનો ઉપયોગ કરતાં એક વીડિયો પ્રોમો શેર કર્યો છે. આ વીડિયોમાં મનોજ ઇન્ટેસ લુકમાં જોવા મળી રહ્યો છે. તેના હાથમાં સોનાની ઘડિયાળ અને બંદૂક જોવા મળે છે. વીડિયોમાં લખેલું છે કે, ભીખૂ મ્હાત્રે જલદી જ ફરી પાછો આવી રહ્યો છે. આ વીડિયોનું સીધુ કનેકશન હિટસ મ્યુઝિકથી છે. મનોજે મ્યુઝિક કંપનીને પણ ટેગ કર્યો છે. 
રસપ્રદ વાત તો એ છેકે, હિટ્સ મ્યુઝિકે પણ ગુરુવારે ટ્વિટર પર મુંબઇ કા કિંગ કૌન ? એવો પ્રશ્ર પુછ્યો હતો. જેના ઉત્તરમાં મનોજ બાયપાયી ભીખુ મ્હાત્રે લખેલું જોવા મળ્યું હતું. આ ફિલ્મ સત્યાનો જાણીતો ડાયલોગ છે. આ વીડિયો જોયા પછી લોકો માની રહ્યા છે કે, મનોજ બાજપાયી સત્યા ટુ લઇને આવી રહ્યો છે.