માર્ક ઝકરબર્ગ ત્રીજી વખત બનશે પિતા, ફેસબુક પર આપ્યા ગુડ ન્યૂઝ

September 22, 2022

નવી દિલ્હી : મેટાના ફાઉન્ડર ઝકરબર્ગના ઘરે ફરી એક વખત ખુશીનું આગમન થવા જઈ રહ્યું છે. માર્ક ઝકરબર્ગ ફરી એક વખત પિતા બનવાના છે જેના કારણે તેઓ ખૂબ જ ખુશ છે. પોતાના આ ગુડ ન્યૂઝને તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ફેસબુક પર શેર કરતા પોતાની પત્ની સાથે એક તસવીર પોસ્ટ કરી છે. જેના કેપ્શનમાં તેમણે લખ્યું છે કે, મેક્સ અને અગષ્ટને આવતા વર્ષે એક નવી બહેન મળવા જઈ રહી છે. 

માર્ક ઝકરબર્ગ પોતાના ફેન્સ સાથે પોતાની ખુશી વ્યક્ત કરતા ખૂબ જ ખુશ છે. પોતાના ફેસબુક એકાઉન્ટથી પોસ્ટ કરવામાં આવેલી તસવીરમાં ઝકરબર્ગ પોતાની પત્ની પ્રિસિલા ચાન સાથે ખૂબ જ ખુશ નજર આવી રહ્યા છે. તસવીર જોઈને બંનેની ખુશીનો અંદાજો લગાવી શકાય છે. તેમની આ પોસ્ટ સાથે જ દુનિયાભરના લાખો લોકો તેમને આ ખુશખબરી માટે શુભકામનાઓ પાઠવી રહ્યા છે. લોકો તેમને શુભકામના ભર્યા મેસેજ દ્વારા પોતાની ખુશી વ્યક્ત કરી રહ્યા છે.