મારા નિખિલ સાથે લગ્ન ભારતમાં માન્ય જ નથી, તો ડિવોર્સની વાત જ ક્યાં આવી? તેણે મને લૂંટી લીધી

June 09, 2021

ગાંધીનગર : TMC સાંસદ અને એક્ટ્રેસ નુસરતે પ્રેગ્નેન્સી અને પતિ નિખિલ જૈન સાથેના સંબંધો વિશે ઉભા થયેલા સવાલો વિશે આકરો જવાબ આપ્યો છે. નુસરત જહાંએ તેનું ઓફિશિયલ સ્ટેટમેન્ટ જાહેર કરીને નિખિલ પર ઘણાં આરોપ લગાવ્યા છે. તે ઉપરાંત તેણે કહ્યું છે કે, તેના અને નિખિલ જૈનના લગ્ન તુર્કી કાયદા પ્રમાણે થયા છે. અને આ લગ્ન કાયદા પ્રમાણે ભારતમાં માન્ય નથી. નોંધનીય છે કે, નુસરત છેલ્લાં છ મહિનાથી તેના પતિથી અળગ રહે છે. હાલ તે પ્રેગ્નેન્ટ છે અને તેના પતિને આ વિશે કઈ ખબર નથી.

નુસરતના નિખિલ જૈન સાથે 2019માં તુર્કીમાં ડેસ્ટિનેશન વેડિંગ થયા હતા. નુસરતે તેના લગ્ન અને તેની સાથે જોડાયેલી અફવાઓ પર બ્રેક લગાવવા આ મુદ્દે પોતાનું નિવેદન જાહેર કર્યું છે. નુસરતે હવે તેના નિખિલ સાથેના લગ્નને અમાન્ય ગણાવ્યા છે. નુસરતે આ નિવેદનમાં કહ્યું છે કે, તુર્કી મેરેજ નિયમ પ્રમાણે એક વિદેશી ધરતી પર આયોજિત થયા હોવાથી આ સેરેમનીને માન્ય ગણી શકાય નહીં. તે ઉપરાંત અમારા મેરેજ આંતરધર્મીય છે, તેથી આ લગ્નને ભારતમાં સ્પેશિયલ મેરેજ એક્ટમાં મંજૂરી મળવી જરૂરી છે, પરંતુ હજી સુધી તે મંજૂરી મળી નથી. તેથી કાયદાકીય રીતે અમારા લગ્ન માન્ય નથી. તેથી આને માત્ર એક સંબંધ અથવા લિવ-ઈન- રિલેશનશિપ કહી શકાય. આ સંજોગોમાં અમારા તલાકનો કોઈ સવાલજ ઉભો થતો નથી.

નુસરતે તેના સ્ટેટમેન્ટમાં વધુમાં કહ્યું છે કે, અમે ઘણાં સમય પહેલાથી જ છૂટા પડી ગયા હતા. પરંતુ મેં કદી આ વિશે વાત એટલે નહતી કરી કારણકે હું મારા પ્રાઈવેટ જીવનને પ્રાઈવેટ રાખવા માંગતી હતી. તેથી મારી કોઈ પણ વાતને અમે છૂટા પડ્યા છીએ એ વાત સાથે જોડીને મને જજ ના કરે. જે લગ્નની વાત અત્યારે થઈ રહી છે, તે માન્ય નથી. અને કાયદાની દ્રષ્ટીએ આ લગ્ન માન્ય નથી.