મારુતિ સુઝુકીએ વગાડ્યો મેક ઈન ઈન્ડિયાનો ડંકો! આફ્રિકા, લેટિન અમેરિકામાં મોકલી ગાડીઓ!

January 03, 2023

ગાંધીનગર: ભારતમાં ઓટોમોબાઈલ ઉદ્યોગની શરૂઆત 1940ના દાયકામાં થઈ હતી. 1947માં આઝાદી પછી ભારત સરકાર અને ખાનગી ક્ષેત્ર દ્વારા આ ઉદ્યોગને સ્પેરપાર્ટસના પૂરવઠા માટે એકમો સ્થાપવાના પ્રયાસો કરવામાં આવ્યા હતા. જો કે, 1950 અને 1960ના દાયકામાં રાષ્ટ્રીયકરણ અને ખાનગી ક્ષેત્રના વિકાસમાં અવરોધરૂપ લાયસન્સ રાજને કારણે ઉદ્યોગનો વિકાસ ધીમો હતો. 1970 પછી ઓટોમોટિવ ઉદ્યોગનો વિકાસ થવા લાગ્યો, પરંતુ તે મુખ્યત્વે ટ્રેક્ટર, કોમર્શિયલ વાહનો અને સ્કૂટર પૂરતો મર્યાદિત હતો. ત્યારે કાર હજુ પણ લક્ઝરી વસ્તુ હતી.


મેક ઇન ઇન્ડીયા મિશનને વેગ આપતા એક મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે. ભારતમા નિર્માણ પામતી ગાડીઓના નિકાસમા વધારો થયો છે. જેમાં મારુતિ સુઝુકીએ 2022માં 2.6 લાખ યુનિટની રેકોર્ડ નિકાસ હાંસલ કરી છે. મારુતિ સુઝુકીએ જાહેરાત કરી છે કે તેણે CY2022માં રેકોર્ડબ્રેક નિકાસ હાંસલ કરી છે.