મસાલા પાંવ

November 03, 2020

સામગ્રી
1 વાટકી - પાવભાજીની ભાજી
2 પાવ
2 ચમચી - બટર
1/2 ચમચી - ખાંડ
અડધું લીંબુ
2 ચમચી - પાણી
કોથમીર સજાવટ માટે

બનાવવાની રીત
સૌ પ્રથમ ચપ્પાથી પાંવના બે કટકા કરી લો. કડાઈમાં એક ચમચી બટર લઈ તેમાં પાંવના કટકા મધ્યમ તાપે શેકી લો. બરાબર શેકાઇ એટલે તેમાં ભાજી ઉમેરી હળવા હાથે મિક્સ કરો. તેમાં ખાંડ અને પાણી ઉમેરો. અડધા લીંબુનો રસ ઉમેરી 2-3 મિનિટમાં ગેસ બંધ કરી દેવો. કોથમીર અને બટરથી સજાવો.