ભરૂચની કેમિકલ ફેક્ટરીમાં પ્રચંડ બલાસ્ટઃ 24 લોકો ગંભીર ઘાયલ: 15 કિમી. સુધી સંભળાયો અવાજ

February 23, 2021

ભરૂચ :ભરૂચના ઝગડીયા સ્થિત કેમિકલ કંપની યુપીએલ-5ના પ્લાન્ટમાં વહેલી સવારે બ્લાસ્ટ થયો છે. આ ધમાકાની ઝપેટમાં 24 લોકો ઘાયલ થયા છે. યુપીએ કંપનીમાં ધમાકા પછી લાગેલી આગમાં 24 કર્મચારીઓને ઇજા થઇ છે. તેમને ભરૂચ, સુરત અને વડોદરાની હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા છે. જો કે ધમાકા અંગે કોઈ કારણ હજુ સુધી સ્પષ્ટ થયું નથી, પરંતુ આગ પર કાબુ મેળવવાની કોશિશ કરવામાં આવી રહી છે.

ગત વર્ષે જૂનમાં જ ભરૂચની એક કેમિકલ ફેકટરીમાં બ્લાસ્ટ થયો હતો. બ્લાસ્ટ સ્ટોરેજ ટેંકમાં થયો હતો. પટેલ ગ્રુપની આ કંપનીમાં બ્લાસ્ટના કારણે 10 લોકોના મોત થયા હતા. તેમાં 6ના શબ તો બ્લાસ્ટવાળી જગ્યા પર જ મળ્યા હતા. જયારે 4ના સારવાર દરમ્યાન મોત થયા હતા. કુલ 77 લકો ઘાયલ થયા હતા.