મેદાન પર પતંગ પડવાના કારણે 2 વખત રોકવી પડી મેચ

July 19, 2021

કોલંબો : ભારતે શ્રીલંકાને પ્રથમ વનડેમાં 7 વિકેટે હરાવી દીધુ છે. ટોસ જીતેને પ્રથમ બેટિંગ કરતા શ્રીલંકાની ટીમે 50 ઓવરમાં 9 વિકેટે 262 રન બનાવ્યા. જવાબમાં ટીમ ઈન્ડિયાએ 36.4 ઓવરમાં 3 વિકેટ પર 263 રન બનાવીને મેચ જીતી લીધી. શ્રીલંકાની ઈનિંગ દરમિયાન 2 વખત પતંગ મેદાન પર પડ્યો. તેના કારણે થોડી મિનિટો સુધી મેચ રોકવી પડી. અમ્પાયરે પોતે પતંગ ઉઠાવીને તેને મેદાનની બહાર મુકી.

અહીં રવિવારે 23 વર્ષના થયેલા વિકેટકિપર અને બેટ્સમેન ઈશાન કિશને પોતાના વનડે કેરિયરની શરૂઆત ખૂબ જ સુંદર રીતે કરી. તેમણે ડેબ્યુ વનડેના પ્રથમ બોલે જ સિક્સ મારી. છઠ્ઠી ઓવરમાં શોના આઉટ થયા પછી ક્રીઝ પર આવ્યા અને આવતાની સાથે જ ધનંજય ડિસિલ્વાના બોલ પર લોન્ગ ઓન પર સિક્સ લગાવી. ઈશાને બર્થડે ટ્રીટ આપતા 42 બોલમાં 59 રનની ઈનિંગ રમી.