મહત્તમ આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓને અત્યારે કેનેડામાં પ્રવેશ નહીં મળશે : સરકાર

July 26, 2020

ટોરન્ટો : કેનેડાની સરકાર આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓને કહી રહી છે કે, કોવિડ -૧૯ની મહામારીને કારણે પ્રવાસના પ્રતિબંધો હોવાથી તેઓ હાલમાં કેનેડા પ્રવેશ નહીં મેળવી શકે. મંગળવારે ઈમિગ્રેશન, રેફયુજીસ એન્ડ સિટીઝનશીપ કેનેડાએ (આઈઆરસીસી ) કરેલી જાહેરાત મુજબ જે વિદ્યાર્થીઓને ૧૮મી માર્ચ પહેલા પ્રાથમિક પત્ર મળ્યો હોય, તેઓ કેનેડામાં પ્રવેશ મેળવી શકે છે. પરંતુ માત્ર બિન વિવેકપૂર્ણ અને બિન વૈકલ્પિક આશય માટે જ હશે. આઈઆરસીસીએ નોંધ્યું છે કે જયાં સુધી પોસ્ટ સેકન્ડરી કેમ્પસ બંધ હોય ત્યાં સુધી ઓનલાઈન કલાસ ચલાવી શકાશે. કેનેડા બોર્ડર સર્વીસીસ એજન્સીના અધિકારીઓ વિદ્યાર્થીઓના કેનેડા પ્રવેશ માટેના આશયને યોગ્ય રીતે ચકાસીને જ નિર્ણય લેશે. જે વિદ્યાર્થીઓ પાસે ૧૮મી માર્ચ પહેલા મળેલી સ્ટડી પરમિટ હશે, તેમણે પણ પ્રવાસ પરના પ્રતિબંધનું પાલન કરવું પડશે. એવા વિદ્યાર્થીઓએ કેનેડામાં પ્રવેશનો પ્રયાસ ન કરવો જોઈએ. જયાં સુધી સરકાર કેનેડામાં પ્રવેશ પરના પ્રતિબંધો હટાવી નહીં લે, ત્યાં સુધી તેમને કેનેડામાં પ્રવેશ મળી શકશે નહીં. વર્ષ ર૦૧૮માં આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓએ કેનેડાના અર્થતંત્રને ર૧.૬ બિલીયન યુએસ ડોલરની સહાય કરી હતી એમ ફેડરલ સરકાર માને છે અને સરકારને કોલેજ જેવી સંસ્થાઓ તરફથી પણ સારી એવી આવક મળે છે. 
એવા સંજોગોમાં ફેડરલ સરકારે અગાઉ આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓને મદદરૂપ થાય એવા પગલા લીધા હતા. જેમાં સ્ટડી પરમિટની ખાતરી આપવી અને પ્રક્રિયાને ઝડપી બનાવવી, જે વિદ્યાર્થીઓએ સ્ટડી પરમિટ માટે અરજી કરી હોય તેમના ઓનલાઈન એજયુકેશનના ટાઈમને પણ તેમને અપાનારી પોસ્ટ ગ્રેજયુએટ વર્ક પરમિટ વખતે ગણતરીમાં લેવી અથવા કમસેકમ પ૦ ટકા સમયને તો ગણતરીમાં લેવો.
અને જે વિદ્યાર્થીઓ અત્યારે જરૂરી દસ્તાવેજો રજુ નહીં કરી શકયા હોય તેમને માટે નવી મંજુરીની પ્રક્રિયાનો કામચલાઉ ધોરણે ઉપયોગ કરવો. યુનિવર્સીટીઝ કેનેડાના પ્રમુખ પોલ ડેવિડસને કહ્યું હતું કે, ' સરકાર અત્યારે જે પગલા લઈ રહી છે તે આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ માટે ઉત્સાહ વધારનારા છે. હવે પ્રવાસ પ્રતિબંધો કયારે હટે એ જોવાનું રહેશે. અમે એવી આશા રાખીએ છીએ કે સરકાર એ વિશે સ્પષ્ટતા જલ્દીથી કરશે.